પંચમહાલ હાલોલ ના લાયન્સ ક્લબ દ્વારા વીર શહીદો ને શ્રદ્ધાંજલિ આપવા અને યુવાનોમાં દેશભક્તિ જાગે તે હેતુથી એક શામ શહિદો કે નામ નો કાર્યક્રમ જુમ વેબસાઈટ પર રાખવામાં આવ્યો.
હાલોલના લાયન્સ ક્લબ દ્વારા આઝાદીના પૂર્વ સંધ્યાએ ૧૪મી ઓગસ્ટની સાંજે વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના અને યુવાનોમાં દેશભક્તિ જાગે તે ઉમદા હેતુથી અને દેશભક્તિ ગીતોની રમઝટ જમવા સુપ્રસિદ્ધ કલાકારો ડોક્ટર નિરાલી બેન , સોની , રાજેશ કુમાર (ઘાયલ )સમીર મહેતા , હિના મહેતા ( સંગીત બેલડી) દ્વારા અેક શામ શહીદો કે નામ કાર્યક્રમ ઝૂમ વેબસાઇટ પર યોજવામાં આવ્યો.
જેમાં વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના આ કાર્યક્રમમાં ભાગ લેનાર લાયન ડીસ્ટીકટ ૩૨૩૨ અેફ ૧ ના ડીસ્ટીકટ ગવર્નર શ્રી લાયન જે પી ત્રિવેદી સાહેબ મુખ્ય મહેમાન લાયન ઇન્ડિયા મેગેઝિન કમીટી બોર્ડ મેમ્બર લાયન રમેશભાઈ પ્રજાપતિ ,વિ ડિ જી ,લાયન કૃષ્ણકાંત દેસાઈ વી , ડી જી ૨ લાયન દિનેશ ભાઈ સુથાર તેમજ અન્ય પાસ્ટ ડીસ્ટીકટ ગવર્નર સાથે લાયન ના મહાનુભવોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જોન ચેરમેન લાયન રિઝવાન મુલતાની અને પ્રમુખ મહેશભાઈ જોશી , પ્રોગ્રામ કન્વીનર લાયન સમીર મહેતા અને સહ કન્વીનર લાયન પિયુષ પટેલ દ્વારા કરવામાં આવ્યો.
રિપોર્ટર નવનીતભાઈ ગોહિલ હાલોલ
પંચમહાલ હાલોલ ના લાયન્સ ક્લબ દ્વારા વીર શહીદો ને શ્રદ્ધાંજલિ આપવા અને યુવાનોમાં દેશભક્તિ જાગે તે હેતુથી એક શામ શહિદો કે નામ નો કાર્યક્રમ જુમ વેબસાઈટ પર રાખવામાં આવ્યો.
Views 62