પંચમહાલ:- કાલોલ તાલુકાના પીંગળી પ્રાથમિક શાળામાં ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ઉજવણી કરવામાં આવી.
આજ રોજ ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ઠાકોર કિર્તનસિંહજી પૃથ્વીસિંહજી પ્રાથમિક શાળા પીંગળી માં શાળાના આચાર્યશ્રી પરમાર વિજયકુમાર તથા શાળા વ્યવસ્થાપન સમિતિ અને શાળા પરિવાર દ્વારા કોવિડ-19ની મહામારી ને ધ્યાનમાં રાખી સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ સોલંકી નીતાબેન ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.જેમાં સરપંચ શ્રીમતી સવિતાબેન, તલાટીશ્રી અનિલભાઈ ,જિલ્લા પંચાયત સદસ્ય સોલંકી હીનાબેન એસએમસી શિક્ષણવિદ વિજયભાઈ તથા SMC સભ્યોની હાજરીમાં ધ્વજ વંદન કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો .તથા સરકારી આયુર્વેદિક દવાખાના ના મેડિકલ ઓફિસર કૃષ્ણકુમાર તથા ફાર્માસિસ્ટ કિશોરસિંહ રાહુલજી તથા સી.એચ.ઓ પૂજાબેન તથા શાળાના સફાઈ કામદાર લીલાબેન જેઓ કોરોના મહામારી ના સમયમાં પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વગર ફરજ બજાવતા કોરોના વોરિયર્સ covid warriors તરીકે પ્રશસ્તિપત્ર તથા સાલ ઓઢાડી શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વૃક્ષારોપણ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું તથા ત્યારબાદ પીંગળી આયુર્વેદિક સરકારી દવાખાનાના મેડીકલ ઓફિસર ડોક્ટર કૃષ્ણકુમાર તાવિયાડ તથા શ્રી કિશોરસિંહ રાઉલજી ફાર્માસિસ્ટ દ્વારા આ પ્રસંગે આયુર્વેદિક અમૃતપેય ઉકાળા વિતરણ કરવામાં આવ્યું હતું તથા ડોક્ટર પ્રકાશભાઈ ઠક્કર કાલોલના સહકારથી હોમિયોપેથીક દવા આરસેનીક આલ્બ્મ ૩૦ નું પણ વિતરણ કરી ૪૮૪ જેટલા લાભાર્થીઓને આપવામાં આવી આ સમગ્ર કાર્યક્રમમાં બધા માસ્ક પહેર્યુ હતું અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર કાલોલ
પંચમહાલ:-કાલોલ તાલુકાના પીંગળી પ્રાથમિક શાળામાં ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ઉજવણી કરવામાં આવી.
Views 57