પંચમહાલ હાલોલ ના સતી તલાવડી ગામે પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ધંધો કરતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી.

Views 67

પંચમહાલના હાલોલ ના સતી તલાવડી ગામે પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ધંધો કરતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી.
મળતી માહિતી મુજબ હાલોલ ટાઉન પોલીસ ને પાકી બાતમી મળી હતી કે વિરાગ કુમાર બળવંત સિંહ ગોહિલ લે પોતાના ઘરમાં ઇંગ્લિશ દારૂ સંતાડી રાખી ને વેચાણ કરે છે .જે બાતમીના આધારે હાલોલ પોલીસ ના સ્ટાફ   દ્વારા  હકીકત  બાતમી વાળી જગ્યાએ જય રેડ કરતા ઘરના પાછળના ભાગે લાકડાના ઢગલામાં જોતા એક કાળા કલરની સ્કુલ બેગ મળી જે બેગને ચેક કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. જે આ પ્રમાણે છે.
. ૭૫૦ મિ.લી પ્લાસ્ટિકની બોટલ રોયલ બાર સ્પ્રેસ્ટીઝ ગ્રીન વિસ્કી બોટલો નંગ ૧૩ જેની કુલ બોટલ ની કિંમત ૫૫૯૦ લેખે છે.
ઉપરોક્ત માહિતી મુજબ ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવેલ છે એ બાબતે પુછતા આ દારૂ નો જથ્થો જાખરીયા ના ચોટલી નામના માણસ પાસેથી લાવેલ છુ તેમ જણાવ્યું. આથી હાલોલ પોલીસ દ્વારા ચોટલી વિરોધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

રીપોર્ટર નવનીત ભાઈ ગોહિલ
હાલોલ 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *