આઇ.સી.ડી.એસ. મહેસાણા ઘટક–૧ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી
“સ્તનપાનનું સમર્થન કરીએ તંદુરસ્ત વિશ્વનું સર્જન કરીએ“ આ થીમ પર જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું
મહેસાણા
મહેસાણા જિલ્લામાં ઓગસ્ટ–૨૦૨૦ના પ્રથમ સપ્તાહ દરમિયાન જિલ્લામાં આઇ.સી.ડી.એસ. દ્રારા વિશ્વ
સ્તનપાન દિવસ ની ઉજવણીના ભાગ રૂપે સપ્તાહ દરમ્યાન સ્તનપાનનું સમર્થન કરીએ તંદુરસ્ત વિશ્વનું
સર્જન કરીએ આ થીમ પર જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરી ઉજવણી કરવામાં આવેલ
હતી.આઇ.સી.ડી.એસ.મહેસાણા ઘટક–૧ના સી.ડી.પી.ઓ કોકીલાબેન મકવાણા દ્વારા મહેસાણા ખાતે
પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી ની ઉપસ્થિતિમાં વિવિધ સ્થળોએ જે બહેનો માતા બની હોય તેઓના
ઘરે જઈ ફળ–ફૂલ આપતા છોડનું વૃક્ષારોપણ પ્રોગ્રામ કરવામાં આવ્યું હતું .જિલ્લામાં દરેક માતા-બહેનના
ઘરે જઈને સ્તનપાન નું મહત્વ સમજાવ્યું હતું. તેમજ કુપોષણ દૂર કરવા તથા મહિલા સશક્તિકરણ અંગેની
જરૂરી ચર્ચા પરામર્શ કરી બહેનો, કિશોરીઓ અને નવી બનેલી માતાઓની સંપૂર્ણ સમજ આપી માહિતગાર
કરવામાં આવ્યા હતા.