પંચમહાલ નાં હાલોલ ના બળીયાદેવ કેનાલ પાસે થયો એક્સિડન્ટ

Views 54

 
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના બળીયાદેવ કેનાલ પાસે થયો એક્સિડન્ટ પ્રાપ્ત માહિતી મુજબ હાલોલના બળીયાદેવ નું મુખ્ય ફળિયામાં રહેતા પાર્વતીબેન ગણપતભાઇ કોયા ભાઈ ચૌહાણ પોતાના ખેતરમાં થી ડાંગર રોપવાનું દરુ ઉપાડીને આવતા હતા તે દરમિયાન રામેશરા તરફથી પૂરઝડપે આવતી બાઇક GJ.06-LN.3719 ના બાઈકચાલકે બાઈક નું સ્ટેરીંગ ગુમાવતા રોડ પર આવતા પાર્વતીબેન ને અડફેટમાં લેતા તેમના બંને પગના ઘુટણ અને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી. અને બાઈક સવારને પણ રોડ પર પટકાતા તેમણે પણ ઈજા પહોંચી. આ એકસીડન્ટ થતા પાર્વતીબેન ના પુત્ર વિપીન કુમાર ગણપતભાઇ સ્થળ પર આવતા 108 એમ્બ્યુલન્સને ફોન કરીને પોતાની માતાને અને બાઇક ચાલક ને બંનેને હાલોલ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પરંતુ પાર્વતીબેન ને માથાના ભાગે અને પગના ઘુટણ ભાગે ગંભીર ઈજાને કારણે રેફરલ હોસ્પિટલના ડોક્ટર સાહેબ ના માર્ગદર્શન હેઠળ તેમણે વાઘોડિયાની ધીરજ હોસ્પિટલ માં રીફર કરવામાં આવ્યા. પાર્વતીબેન ના પુત્ર દ્વારા હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં બાઈકચાલક વિરોધ ફરિયાદ નોંધવામાં આવી . અને હાલોલ રૂરલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
રિપોર્ટર નવનીત ભાઈ ગોહિલ
હાલોલ 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *