કાલોલ માં જાહેર સ્થળોએ જોવા મળેલ વિશ્વ હિન્દુ પરિષદ ના બેનર માં પંચમહાલ જિલ્લાના સાંસદનું નામ અને તસવીર ગાયબ થતા સ્થાનિક પ્રજામાં અનેક તર્ક- વિતર્ક જોવા મળ્યાં.

Views 57

કાલોલ માં જાહેર સ્થળોએ જોવા મળેલ વિશ્વ હિન્દુ પરિષદ ના બેનર માં પંચમહાલ જિલ્લાના સાંસદનું નામ અને તસવીર ગાયબ થતા સ્થાનિક પ્રજામાં અનેક તર્ક- વિતર્ક જોવા મળ્યાં.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના વરદ હસ્તે અયોધ્યામાં 5 ઓગસ્ટ 2020 ના રોજ ભગવાન શ્રી રામ નું નવું મંદિર નિર્માણ નું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતુ. છેલ્લા ઘણા સમય અને સંઘર્ષ બાદ શ્રી રામ જન્મભૂમિ ખાતે નવું મંદિર નિર્માણ થઇ રહ્યું છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર હિન્દુ સમાજ, રામ ભક્તો, સાધુસંતો ને અભિનંદન આપતું એક રંગીન હોર્ડિંગ બેનર બહાર પાડવામાં આવ્યું છે અને કાલોલના વિવિધ સ્થળોએ આ બેનર લગાવવામાં આવ્યું છે. આ હોર્ડિંગમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નૂતન મંદિરની પ્રતિકૃતિ અને પ્રભુ શ્રીરામ નું વિશાળ ચિત્ર મુકવામાં આવેલું છે.તેની સાથે બાજુના ભાગમાં અશોક સિંઘલ અને કે.કા. શાસ્ત્રી ની તસવીરો બાદ નીચેના ભાગમાં સૌપ્રથમ હાલોલના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી જયદ્રથસિંહ પરમાર ની તસ્વીર મુકેલ છે .ત્યાર બાદ જિલ્લા પંચાયત પ્રમુખ રાજપાલસિંહ જાદવ ,કાલોલના ધારાસભ્ય સુમનબેન , શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ અને છેલ્લે ગોધરા ના ધારાસભ્ય સી કે રાઉલજી ની તસ્વીર મૂકવામાં  આવી છે.આમ પંચમહાલ જિલ્લાના પાંચ રાજકીય હોદેદારો ના ફોટા કાલોલ નગર ના તાલુકા પંચાયત,કાલોલ નગરપાલિકા,હાઈવે રોડ ઉપર તદઉપરાંત વિવિધ જાહેર સ્થળોએ મૂકવામાં આવેલા છે. પરંતુ લોકોમાં આશ્ચર્ય જનક સવાલ ઉભો થયો છે કે આ વિશાળ હોર્ડિંગ માં ૧૭-પંચમહાલ લોકસભા બેઠકના સાંસદ રતનસિંહ રાઠોડ નું કોઈ નામ નિશાન દેખાતું નથી જેનાથી લોકોમાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. અમુક લોકો પાસેથી મળતી માહિતી મુજબ લુણાવાડા ના અંતરિયાળ વિસ્તારમાં થી આવતા હાલના સાંસદ સમગ્ર લોકડાઉન દરમિયાન અને કોરોનાની મહામારી વચ્ચે પંચમહાલ જિલ્લાની પ્રજા વચ્ચે ક્યાંય જોવા મળ્યા નથી. પંચમહાલના રાજકારણમાં તેઓની હાલમાં કોઈ સક્રિયતા જોવા મળતી નથી. લોકસભાની ચૂંટણી સમયે પણ રતનસિંહ રાઠોડ ઉપર આયાતી ઉમેદવાર તથા પંચમહાલ જિલ્લા બહારના ઉમેદવાર જેવા ઘણા બધા આક્ષેપો ભાજપની અંદર જ થતા જોવા મળ્યા છે. વધુમાં કાલોલ વિધાનસભા મતવિસ્તાર માંથી સૌથી વધારે લીડ રતનસિંહ ને મળી છે. ત્યારે કાલોલ તાલુકામાં ડેરોલ સ્ટેશન બ્રિજ નું કામ છેલ્લા ઘણા વર્ષોથી બંધ પડ્યું છે ત્યારે ગત નવેમ્બર માસમાં સ્થાનિક પ્રજા એ આંદોલન કરતા વહીવટીતંત્ર અને હાલના રાજકીય અગ્રણીઓએ મે માસમાં બ્રિજનું કામ શરૂ થઈ જશે તેવું આશ્વાસન આપ્યું હતું પરંતુ તેના કોઈ નામો નિશાન હજુ દેખાતાં નથી.તેથી સ્થાનિક પ્રજા સાંસદ થી મોટા પ્રમાણમાં નારાજ જોવા મળે છે. કારણ ગમે તે હોય પરંતુ આટલા મોટા પ્રસંગમાં જાહેર બેનરમાં સત્તાધારી પક્ષના સાંસદના નામ અને તસવીર સંપૂર્ણપણે ગાયબ થતાં લોકોમાં તર્ક-વિતર્ક ભર્યા સવાલો ઉભા થયા છે કે ખરેખર એનું કારણ સુ હોઈ શકે.?
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર
કાલોલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *