કાલોલ ના દેલોલ નજીક રેતી ભરેલા ટ્રેક્ટર કાલોલ મામલતદારે પકડ્યા તેમ છતાં સામાન્ય દંડ વસૂલી છોડી દીધા. શા માટે???

Views 69

કાલોલ ગોમાં નદીમાંથી મોટા પ્રમાણમા રેતીનું ખણન થતા નદી કિનારાના ગામ લોકો દ્વારા લાગતાં વળગતા અધિકારીઓને વારંવાર જાણ કરવામાં આવે છે તેમ છતાં બહોળા પ્રમાણમાં ખણન ચાલુ જ રહે છે.ત્યારે કાલોલમાં મંગળવારના રોજ બપોરે કાલોલના મામલતદાર દ્વારા રેતી ભરેલું ટ્રેક્ટર દેલોલ નજીક ઝડપી પાડ્યા બાદ થોડા સમય બાદ રેતી ભરેલું પાણી નીતરતું એક બીજું ટ્રેક્ટર હાઈવે ઉપરથી પકડેલું સદર બંને ટ્રેક્ટર મામલતદાર ઓફિસની બહાર મૂકવામાં આવેલ. ત્યારબાદ કોઈ કારણોસર મિલીભગતથી સાંજના સમયે બન્ને ટ્રેક્ટરો ને નજીવી રકમનો દંડ વસુલ કરીને જવા દેવામાં આવેલા. આ બાબતની મામલતદાર કચેરીમાં પૂછપરછ કરતા જણાવ્યું હતું કે ખાણ અને ખનીજ વિભાગ વાળા હમણાં નવરા નથી અને ચલન ભરવાનો સમય થઈ ગયો છે તથા પોલીસ સ્ટેશનમાં પણ વાત કરતા પોલીસવાળા પણ ટ્રેક્ટર લેવા તૈયાર નથી તેથી અમોને સત્તા હોવાથી અમે ટ્રેક્ટર દીઠ 10,000/- રૂપિયા નો દંડ વસુલ કરી જવા દીધા છે. ત્યારે સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે જિલ્લામાં મામલતદાર કે પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વહન, સંગ્રહ થતું કોઈ પણ પ્રકારનું ખનીજ પકડવામાં આવે તો સૌથી પહેલી જાણ સંબંધિત ખનીજ વિભાગ ને લેખિત માં કરવામાં આવે છે અને દંડ વસુલવાની સત્તા ફક્ત અને ફક્ત ખાણ અને ખનીજ વિભાગ ને જ છે ત્યારે કાલોલના મામલતદાર પી.એમ.જાદવ તથા નાયબ મામલતદાર (મહેસૂલ )મનોજ મિશ્રા ને આવી દંડ વસુલવાની સત્તાઓ ગુજરાત સરકારે ક્યારે આપી તે સંશોધનનો વિષય છે માત્ર 10,000/-રૂપિયા ની નજીવી રકમનો દંડ લઈને ટ્રેક્ટર ખનીજ સહિત છોડી મૂકવા પાછળ કારણ શુ હોઈ શકે તે તપાસનો વિષય છે. આ બન્ને ટ્રેકટરો નું વજન પણ કરાવવામાં આવ્યું નહિ હોવાનું બહાર આવ્યુ છે. આવી રીતે પકડવામાં આવેલું ટ્રેક્ટર ના કિસ્સામાં ખનીજ વિભાગ મોટો દંડ વસુલતું હોય છે ત્યારે આવા ખનીજ માફિયાઓ ને બચાવવા પાછળનું કારણ સમજાતું નથી. અમોને મળેલી માહિતી મુજબ સદર બંને ટ્રેક્ટરો પૈકી એક દેલોલ ના અરવિંદભાઈ સોમાભાઈ વણઝારા નું તથા બીજું એક ટ્રેક્ટર સુરેશભાઈ ડાયાભાઈ પરમાર નું હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે બંને ટ્રેક્ટરો ને પોતાની સત્તા નહીં હોવા છતાં ગેરકાયદેસર રીતે છોડી મૂકવાનું કારસ્તાન કર્યું હોય તેવું જણાઈ રહ્યું છે અને તેમ કરીને સરકારી તિજોરીને ટ્રેક્ટર દીઠ રૂપિયા રૂ. 40,000/-હજાર મુજબ રૂ.80,000/-જેટલો ફટકો કાલોલની મામલતદાર કચેરી એ લગાવ્યો છે. ત્યારે આ કિસ્સો સમગ્ર કાલોલ માં ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં પણ કાલોલ અને તેની આજુબાજુમાં રેતી અને માટી નું ગેરકાયદેસર ખનન પુરજોશમાં ચાલી રહ્યું છે. કાલોલ નગરમાં થી અને હાઈવે પરથી સંખ્યાબંધ ટ્રેક્ટર રેતી અને માટી ભરી ને બિન્દાસ પસાર થતા મોટા વાહનો જોવા મળે છે ત્યારે ગેરકાયદેસર પ્રવૃત્તિ કોણ અટકાવશે અને આ રીતે પકડેલા વાહનો ખનીજ સાથે છોડી દેવાની પ્રવૃત્તિ કોણ અટકાવશે તે તપાસ નો વિષય છે. શું જિલ્લા વહીવટી તંત્ર આ બાબતે કાલોલ મામલતદાર કચેરી પાસે યોગ્ય ખુલાસો મેળવશે કે પછી આમ જ મિલીભગતથી પકડીને છોડી દેવાની કામગીરી ચાલુ રહેશે.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર
કાલોલ(પંચમહાલ)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *