કાલોલ તાલુકાના જેલી ગ્રામ પંચાયત હસ્તકની જેલી ગામમાં ફરજ બજાવતા તત્કાલિન તલાટીકમ મંત્રી કાજી દ્વારા ઓનલાઇન આવાસો મંજૂર કરાવી આપવાના નામે ગ્રામજનો પાસેથી અલગ અલગ રીતે રૂ.1000/- રૂ.1500/- અને રૂ.2500/- જેવી રકમ ઉઘરાવી લઈ પોતાના અંગત ઉપયોગ માટે ખર્ચી નાખી લાભાર્થીઓને કોઈ લાભ નથી અપાવી ભોળા અને નિર્દોષ ગામલોકો પાસેથી રૂપિયા 50,000/- જેવી રકમ ઉઘરાવીને હાથ અધ્ધર કરી દેતા તલાટી કમ મંત્રી સામે ગ્રામજનોએ બાયો ચડાવી જિલ્લા કલેકટરશ્રીને લેખિતમાં રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે .અરજીમાં જણાવ્યા મુજબ તલાટી કમ મંત્રી રૂબરૂમાં મળતા ગ્રામજનો દ્વારા પૈસાની માગણી કરતા આપી દઈશ તેવા વાયદા કરે છે. લાભાર્થી ની નવી યાદી મુજબ સરપંચના સગા વ્હાલાઓને આવાસના લાભો મળી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે .જરૂરિયાત મંદ લોકોને સરકારી આવાસ નો કોઈ લાભ મળતો નથી.કાજી તલાટીશ્રી હાલમાં શામળદેવી ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા હોવાથી અને ટૂંક સમયમાં નિવૃત્ત થવાના હોવાથી ગ્રામજનોના ખોટી રીતે ઉઘરાવી લીધેલા નાણાં પરત મેળવવા માટે 19 જેટલા ગ્રામજનોએ લેખિતમાં રજૂઆત કરી છે.નર્વતભાઈ મથુરભાઈ સોલંકી ,જેલી ગ્રામપંચાયત સભ્ય વોર્ડ નંબર-છ
મારી પાસેથી આવાસના પંદરસો અને ઢોરો માટેના કોઢના એક હજાર એમ મળી 2500/-રૂપિયા કાજી તલાટી એ લીધા છે અમારા ગામના વોર્ડ નંબર 6 7 અને 8 માં ઘણા બધા લોકો પાસેથી પૈસા ઉઘરાવી લીધા છે.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર
કાલોલ(પંચમહાલ)
કાલોલ તાલુકાના જેલી ગ્રામપંચાયત ના તલાટી દ્વારા આવાસ ના પૈસા લેતાં ગામલોકો દ્વારા કલેકટર ને રજુઆત
Views 65