કાલોલ પોલીસ સ્ટેશન ના સિનિયર પી.એસ.આઈ એમ .એલ ડામોર બસ સ્ટેન્ડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળેલ કે બસ સ્ટેન્ડમાં વિમલ ના થેલામાં ત્રણ સ્ત્રીઓ ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો લઈને બેઠેલી છે જે આધારે પી.એસ.આઈ એલ એ પરમાર તથા સ્ટાફ ને સાથે રાખી મહિલાઓના વિમલ ના થેલા ની તપાસ કરતા 180ml ના 257 નંગ ક્વાટર કીમત રૂ.25,700/-ના મળી આવેલ અને આ ઘટના બાદ થોડીજ વારમાં બીજી બાતમી મળી હતી કે બસસ્ટેન્ડમાં અન્ય બે મહીલાઓ ના વિમલ ના થેલામાં વિદેશી દારૂ નો જથ્થો લઈને બસસ્ટેન્ડ ના ગેટ પાસે ઊભી છે જે આધારે પુનઃ તપાસ કરતા બે મહિલાઓ પાસેથી 180ml ના 261 ક્વાટર મળી આવ્યા જેની કીમત રૂ.26,100/-ગણી કુલ રૂ.51,800/-નો દારૂ નો જથ્થો પકડી પાડયો હતો.
તેમાં(1)ગુમલી બેન નબળાભાઈ (2) રમીલાબેન કરશનભાઇ (3) લલીતાબેન બાબુભાઈ (4) રમીલાબેન નવલભાઇ (5) પીંગલીબેન ધારુભાઈ એમ કુલ પાંચ મહિલાઓ ને સરકારી ગાઈડ લાઈન મુજબ કોરોના ટેસ્ટ માટે મોકલી આપેલ છે.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર
કાલોલ (પંચમહાલ)
બાતમીના આધારે કાલોલ પોલીસ સ્ટેશન ના હદ માં મહિલાઓ પાસે થી દારૂ જડપાયો
Views 54