કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઈ એન.એમ.રાવત વેજલપુર ખરસાલિયા ચોકડી વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા ,ત્યારે તેઓને બાતમી મળેલ કે એક સફેદ રંગનું મહિન્દ્રા પિક અપ ડાલા નં.GJ-23-Y-7699 માં ગાયો અને વાછરડું વાઘોડિયા તાલુકાના ગોરજ ગામેથી ભરીને વેજલપુર ગામ ના મોહસીન ઇશાક પાડવા ના ઘરે લઈને આવનાર છે તેવી પાકી બાતમીના આધારે વેજલપુર પોલીસ સ્ટાફ દ્વારા હાલોલ તરફથી આવતા વાહનોની તપાસ હાથ ધરી વોચ ગોઠવી તે સમયે બાતમી વાળો પિક અપ ડાલુ દૂરથી આવતા તેને રોકવા માટે ઇશારો કરતા તેનો ચાલક પોતાનું વાહન મૂકીને નાસવા જતા પોલીસે તેનો દોડીને પકડી પાડેલ, તેનું નામ પૂછતાં જગદીશભાઈ રતિલાલ પરમાર રહેવાસી ગોરજ તાલુકો વાઘોડિયા હોવાનું જણાવેલ છે.પોલીસે પિકઅપ ડાલા ની અંદર તપાસ કરતા બે ગાયો તથા એક વાછરડું ટૂંકા દોરડાથી ક્રુરતાપૂર્વક બાંધી રાખેલ અને કોઈપણ જાતનો ઘાસચારો અને પાણીની સગવડ વિના જોવા મળેલ હતું.તેથી વેજલપુર પોલીસ ગાયો તથા વાછરડું કિંમત રૂપિયા 23000/-તથા પીક અપ ડાલું રૂ.300000/-મળી કુલ રૂ.3,23,000/-નો મુદ્દામાલ ઝડપી પાડી જગદીશભાઈ રતિલાલ પરમાર તથા મોહસીન ઈશાક પાડવા વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર
કાલોલ(પંચમહાલ)
કાલોલના વેજલપુર પોલીસ ના પી એસ આઈ એન.એમ રાવતે કતલ ના ઈરાદે ગૌવંશની હેરા ફેરી કરતા પીકઅપ વાન સહિત ચાલક ની ધરપકડ કરી.
Views 171