હાલોલ પંચમહાલ હાલોલ હેલ્પીંગ હેન્ડ ગ્રુપ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે સેલ્ફી વિથ અભિયાન ચલાવ્યું. પર્યાવરણ શુદ્ધિ માટે શરૂ થયેલા આ અભિયાનમાં વૃક્ષ પ્રેમીઓ દ્વારા છોડ નું રોપણ કરી તે છોડની સાથે સેલ્ફી સોશિયલ મીડિયામાં અપલોડ કરવાની હોય છે. અત્યાર સુધી ૩૦૦ જેટલી વૃક્ષારોપણ સાથેની સેલ્ફી હેલ્પીંગ હેન્ડ ગ્રુપના ફેસબુક પર અપલોડ કરવામાં આવી છે .હેલ્પીંગ હેન્ડ ગ્રુપ દ્વારા કોવિડ- ૧૯ ને લીધે થયેલા લોકડાઉન વખતે સમગ્ર પંથકમાં ૬૦૦ ઉપરાંત જરૂરિયાત મંદોને અનાજ કરીયાણ કીટનું વિતરણ કરવામાં આવ્યું. અને હાલમાં જ ચીન સરહદે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૯૩ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું.
રીપોર્ટર નવનીત ગોહિલ
પંચમહાલ હાલોલ
હાલોલ હેલ્પીંગ હેન્ડ ગ્રુપ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે સેલ્ફી વિથ અભિયાન ચલાવ્યું
Views 54