Date: 14.11.2025 K.K. Hospitalની બાજુમાં 35–40 વર્ષથી વસતા નોડે માલધારી પરિવારો પર થયેલી ગેરકાયદેસર તોડફોડ

Date: 14.11.2025 K.K. Hospitalની બાજુમાં 35–40 વર્ષથી વસતા નોડે માલધારી પરિવારો પર થયેલી ગેરકાયદેસર તોડફોડ
Views 160

Date: 14.11.2025 K.K. Hospitalની બાજુમાં 35–40 વર્ષથી વસતા નોડે માલધારી પરિવારો પર થયેલી ગેરકાયદેસર તોડફોડને ગુજરાત હાઈકોર્ટનો સ્ટે ભૂજ તાલુકાનાં મિર્ઝાપર ગામે આવેલ K.K. સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની બાજુમાં છેલ્લા 35થી 40 વર્ષથી વસવાટ કરતા માંલધારી સમુદાયના ગરીબ નોડે પરિવાર સહિત કુલ 10 પરિવારો પર તાજેતરમાં મામલતદાર, ભૂજ સિટી દ્વારા ગેરકાયદેસર તોડફોડ કરવામાં આવી હતી, જે કાર્યવાહી K.K. Hospital દ્વારા 11/08/2025ના રોજ મામલતદારને કરવામાં આવેલી અરજીના આધારે શરૂ કરવામાં આવી હતી. આ પરિવારો પેઢીઓથી પોતાના પરિવારો અને પશુઓ સાથે નાનાં વાડા અને કચ્ચા ઘરોમાં રહે છે, તેઓ પછાત વર્ગના છે. BPL કાર્ડ તથા લાઇટ બિલ જેવા પુરાવાઓ ધરાવે છે

અને તેમના વાડા- રીગ્યુલરાઇઝેશન માટેની 2004 તથા 2020ની અરજીઓ હજુ સુધી પેન્ડિંગ છે. તેમ છતાં, કોઈ પૂર્વ નોટિસ આપ્યા વગર 22/08/2025ના રોજ ગેરરીતિપૂર્વક રોઝનામું તૈયાર કરવામાં આવ્યું. બાદમાં 15/09/2025ના રોજ કલમ 61 હેઠળનો આદેશ તથા 13/10/2025ની કલમ 202ની નોટિસ બહાર પાડવામાં આવી, પરંતુ બંને દસ્તાવેજો માત્ર 17/10/2025ના રોજ એકસાથે સર્વ કરવામાં આવ્યા,

જ્યારે કાયદા મુજબ આ આદેશ સામે 90 દિવસની statutory appeal ઉપલબ્ધ હતી. તે છતાં appeal period હજુ ચાલુ હોય ત્યારે જ 13/11/2025ના રોજ મામલતદાર અને પોલીસ દળ સ્થળ પર પહોંચ્યા અને કેટલાક પરિવારોના ઘરોનાં ભાગીદોર demolition કરીને ગરીબ માલધારી પરિવારોને ભારે નુકસાન પહોંચાડ્યું.

જ્યારે મામલો હાઈકોર્ટમાં પ્રલંબિત હતો. આ ગેરકાયદેસર અને એકતરફી કાર્યવાહી સામે આજે 14/11/2025ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં તાત્કાલિક urgent hearing દરમિયાન માનનીય ન્યાયમૂર્તિ શ્રી વૈભવી ડી. નાણાવટી સમક્ષ મૂળ ભુજ ના હાલે અમદાવાદ ખાતે રહેતા હાઇકોર્ટ માં રેગ્યુલર પ્રેક્ટિસ કરતા ધારાશાસ્ત્રી એડવોકેટ અમન એ. સમા તથા મીત ડી. કાકડિયા દ્વારા અસરકારક દલીલો રજૂ કરવામાં આવી. માનનીય હાઈકોર્ટે પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં રાખીને સ્પષ્ટ આદેશ આપ્યો કે appeal period દરમ્યાન હાલની સ્થિતિ સંપૂર્ણ જાળવવી (Status-quo) અને કોઈપણ પ્રકારની demolition drive, તોડફોડ, ખસેડવાની પ્રક્રિયા અથવા દબાણ કરવાનું નહીં હાઈકોર્ટના આ મહત્વપૂર્ણ Stay Orderથી નોડ પરિવાર સહિત તમામ 10 માંલધારી પરિવારોના ઘરો, વાડા અને રહેઠાણ પર હવે કાનૂની સુરક્ષા મળી છે અને ગેરકાયદેસર રીતે ચાલતી તોડફોડ પ્રક્રિયા તાત્કાલિક રોકાઈ ગઈ છે. ગુજરાત રેવેન્યૂ ટ્રાયબ્યુનલ GRT સમક્ષ હવે આગામી દિવસો માં સુનાવણી થસે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *