મુખ્યમંત્રી એ રોડ-રસ્તાના કામોની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઈઝ કે બાંધછોડ રાજ્ય સરકાર ચલાવશે નહીં
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ધોરી માર્ગો તથા મહાનગરો અને નગરોના રોડ-રસ્તાના કામોના સંદર્ભમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને મુખ્ય સચિવ એમ.કે.દાસની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીયસમીક્ષા બેઠક યોજી હતી.
રાજ્યના મહાનગરોના મેયરઓ, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ઓ, મ્યુનિસિપલ કમિશનર ઓ અને રિજનલ મ્યુનિસિપલ કમિશનર ઓ આ બેઠકમાં વડિડયો કોન્ફરન્સીંગના માધ્યમથીજોડાયા હતા અને તેમના નગરો-મહાનગરોના રોડ-રસ્તાની સ્થિતિની વિગતો મુખ્યમંત્રી ને આપી હતી.મુખ્યમંત્રી એ રોડ-રસ્તાના કામોની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઈઝ કે બાંધછોડ રાજ્ય સરકાર ચલાવશે નહીં તેવા સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા. મુખ્યમંત્રી એ માર્ગો પરના પોટહોલ્સ પુરવાના કામો અગ્રતાક્રમે હા થ ધરાય એટલું જ નહીં,સંબંધિત અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો અને ડેપ્યુટી કમિશનરોનેનિયમિતપણે ફિલ્ડ વિઝીટ કરીને કામોની ગુણ વત્તા ચકાસતા રહેવા અને તા.૩૦ નવેમ્બર સુધીમાં રોડ-રસ્તાની સમ ગ્રતયા સ્થિતિનો સ્થળઅહેવાલ રજૂ કરવાની સૂચના આપી હતી.આ ઉપરાંત, જે સ્થળોએ બ્રિજના કામો થતા હોય ત્યાં ડાયવર્ઝન માટેના RCC રોડ બને જેથી સંબંધિત કામ પૂરું થાય ત્યાં સુધી નાગરિકને વાહન-વ્યવહાર માટે કોઈ અગવડ ન પડે તે માટે પણ તેમણે બેઠકમાં સંબંધતિ અધિકારીઓને સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રીએ આ ઉચ્ચસ્તરીયબેઠકમાં એમ પણ જણાવ્યું કે, જે રોડ-રસ્તા મેન્ટેનન્સ ગેરેન્ટી પિરીયડ દરમિયાન તૂટી જાય તો તેના કોન્ટ્રાક્ટર્સને તાત્કાલિક બ્લેક લિસ્ટ કરવા સહિતની કાયદાકીય કાર્યવાહી થવીજોઈએ.
