પેટ્રોલપંપના કર્મચારીને માર મારી 89 હજારની લૂંટ કરી

Views 120

લવારપુરથી પ્રાંતિયા તરફ જતા હાઇવે ઉપર આવેલા એક પેટ્રોલપંપ ઉપર બે લુંટારુઓ દ્વારા કર્મચારીને માર મારીને ઓફિસમાં મુકવામાં આવેલા 89500ની લુંટ કરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. રાત્રિના સમયે એકલા કર્મચારીને માર મારી લુંટ કરવામાં આવતા હાઇવે ઉપરના પેટ્રોલપંપના કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. આ બનાવને લઇ કર્મચારીએ અજાણ્યા લુંટારુઓ સામે ગુનો નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ ચિરાગસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા (રહે, ઝાલાની મુવાડી, પ્રાંતિજ) છેલ્લા પાંચ વર્ષથી લવારપુરથી પ્રાંતિયા તરફ જતા હાઇવે ઉપર આવેલા પવનપુત્ર પેટ્રોમોલમા ફીલર તરીકે નોકરી કરે છે. ત્યારે ગત રોજ રવિવારે બપોરના સમયે નોકરી ઉપર આવ્યો હતો. તે દરમિયાન અન્ય એક કર્મચારી પણ નોકરી ઉપર આવ્યો હતો. જ્યારે રાતના આશરે સાડા આઠ વાગતા અન્ય કર્મચારી નજીકના ગામમાં રહેતો હોવાથી જમવા માટે ગયો હતો. ત્યારે ચિરાગ એકલો પેટ્રોલપંપ ઉપર નોકરી કરતો હતો.

તે દરમિયાન અચાનક તેની નજર ઓફિસ તરફ પડતા બે અજાણ્યા લોકો ઓફિસમાં ફરતા જોવા મળ્યા હતા. જેથી ચિરાગ ઓફિસમાં જતા બે લોકોએ મારામારી કરી હતી અને તેને નીચે પાડી દીધો હતો અને એક આરોપીએ ગળુ પકડી રાખ્યુ હતુ. જ્યારે બીજાએ ઓફિસનુ ડ્રોવર ખોલી તેમાં રહેલી 89500ની રકમ લઇ માર માર્યા પછી બંને લુંટારુ ભાગી ગયા હતા. આ બનાવને લઇ પેટ્રોલપંપના માલિકને જાણ કર્યા પછી ડભોડા પોલીસ મથકે લુંટનો ગુનો નોંધાવતા પોલીસે બંને આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *