ફુડ સેફ્ટી વિભાગે લીધેલા સેમ્પલ સબસ્ટાન્ડર્ડ અને મિસબ્રાન્ડેડ આવ્યા બાદ કેસ ચલાવવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અમીરગઢમાં લોટ ખરાબ નીકળતા 2.25 લાખનો દંડ, વિરમપુરમાં લાલ મરચું ખાવા લાયક ન નીકળતા પાલનપુરની મસાલા પેઢીને 50 હજારનો દંડ, જ્યારે ગોટાના લોટમાં ક્ષતિ નીકળતા પાટણના હીના ગૃહ ઉદ્યોગને 10 હજારનો દંડ કરાયો છે. જૂન 2020માં પાલનપુર-આબુ હાઈવે પર શિવલહેરી ફુડ પાર્ક ધનપુરા (ઢો),ની પેઢીમાં દિલીપકુમાર ડાહયાભાઈ સોની પાસેથી બાલાજી ચક્કી ફ્રેશ આટા ( 5kg pack)નો નમુનો લેતા તે મિસ બ્રાન્ડેડ આવ્યો હતો.
જેથી દિલીપ સોની ઉપરાંત ભાસ્કર અશોકભાઈ ભરાતીયા, અશોકકુમાર નાગરદાસ ભરાતીયા, નારણભાઈ તેજાભાઈ રાઠોડ, મિતલબેન હરીભાઈ ચૌધરી મે. શિવલહેરી ફુડ પાર્ક,આબુ હાઈવે , ધનપુરાને 75 હજાર જ્યારે ઉત્પાદક પેઢી અને તેના માલિક અરવિંદ અગ્રવાલ મે. ભગવતી ફુડ પ્રોડકટસ, માનપુર, આબુરોડ, , રાજસ્થાનને 1.50 લાખ દંડ કરાયો છે. જ્યારે 2 વર્ષ અગાઉ વિરમપુરની પેઢીમાંથી બનાસ એગમાર્ક ચીલી પાવડર 500g packનો નમુનો લેવાતા જે ફુડ સેફટી હેઠળ મિસ બ્રાન્ડેડ આવ્યો હતો.
જેથી વેપારી અમરસિંધ પરબતસિંધ રાજપુત (વિરમપુર)ને 5 હજાર જ્યારે રાજેશકુમાર ખત્રી, દિનેશકુમાર ખત્રી, બનાસ મસાલા ઈન્ડસ્ટ્રીઝ, આકેસણ રોડ, પાલનપુર રાજેશકુમાર બગદા૨ામ ખત્રી અને દિનેશકુમાર બગદા૨ામ ખત્રી મે.બનાસ મસાલા આઈ.ડી.સી. ચંડીસને સંયુક્ત 50 હજાર દંડ કરાયો છે.
ઉપરાંત સોની ગામમાં ભરતકુમાર પારસમલ શાહની ભાગ્યોદય કરીયાણા સ્ટોર્સમાંથી નિલકંઠ મસાલેદાર ગોટા બેસન (400 gm. pack)નો નમુનો ફુડ સેફટીમાં મિસ બ્રાન્ડેડ આવતા વેપારીને 5 હજાર જ્યારે ભવાનભાઈ મુળચંદભાઈ પટેલ, પીયુષકુમાર ભવાનભાઈ પટેલ, પા૨સકુમાર ભવાનભાઈ પટેલ, યોગેશકુમાર પ્રહલાદભાઈ પટેલ (મે.હીના ગૃહ ઉદ્યોગ, ગુંગળી તળાવ રોડ,શાકમાર્કેટ, પાટણ)ને સામૂહિક 10 હજાર દંડ કરાયો હતો.