ભારતમાં ફ્રી સોસાયટી, ભારતમાં લાખો લોકો ગરીબીમાંથી બહાર આવ્યા: UNમાં ટ્રમ્પ

Views 65

મંગળવારે યુએનની સામાન્ય સભામાં ગરીબો માટે સફળ પ્રયાસ કરી રહેલા ભારતની પ્રશંસા કરી હતી. સાથે જ ઓપેક દેશો પર ક્રૂડની ઉત્પાદન નહીં વધારવા માટે શાબ્દિક પ્રહારો કર્યા હતા. યુએનની 73મી સામાન્ય સભામાં દેશભરના મોટામોટા નેતાઓ હાજર રહ્યા હતા. તમામ સમક્ષ ટ્રમ્પે 35 મિનિટ ભાષણ કર્યું હતું. ટ્રમ્પે કહ્યું કે ભારત એક ફ્રી સોસાયટી છે. ત્યાં લાખો લોકો સફળતાપૂર્વક ગરીબીમાંથી બહાર આવે છે. ટ્રમ્પે નોર્થ કોરિયાના પ્રમુખ કિમ જોંગ સાથે થયેલી વાતચીતને સફળ ગણાવી હતી. અમેરિકા પાસેથી મદદ લેતા પાકિસ્તાનને ટ્રમ્પે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે અમેરિકા તેને જ મદદ કરશે કે જે તેનું સન્માન કરશે. જેને અમારા ડોલર મળે છે તેને અમે સુરક્ષા આપીએ છીએ. તેઓ અમારું હિત જાળવે છે કે કેમ તે પણ અમારે જોવાનું રહેશે.
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *