અમદાવાદમાં વધુ એક યુવતી ડ્રગ્સ સાથે ઝડપાઈ, SOGએ 3.40 લાખનું MD ડ્રગ્સ કબજે કર્યું

Views 56

ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે. હવે આગામી સમયમાં 31મી ડિસેમ્બર હોવાથી દારૂ અને ડ્રગ્સની હેરાફેરી રોકવા પોલીસ સતર્ક થઈ ગઈ છે. પોલીસની રાજ્યની તમામ બોર્ડર પર ચાંપતી નજર છે. ત્યારે અમદાવાદમાંથી વધુ એક મહિલા 34.900 ગ્રામ MD ડ્રગ્સ સાથે પકડાઈ છે. SOG ક્રાઈમે આ યુવતીને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

પ્રાપ્ત વિગતો પ્રમાણે SOG ક્રાઈમે મળેલી બાતમીના આધારે જુહાપુરાના સંકલિત નગરમાંથી પરવીનબાનુ મોસીનખાન બલોચને 34.900 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે ઝડપી પાડી છે. આ યુવતીની ઉંમર 34 વર્ષ છે અને તે છેલ્લા 4 મહિનાથી ઘરેથી જ ડ્રગ્સનો ધંધો ચલાવતી હતી. આ અગાઉ પણ SOG ક્રાઈમેએ ડ્રગ્સ સાથે કેટલીક યુવતીઓની ધરપકડ કરી છે. આ યુવતીઓના શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરીને ડ્રગ્સનો વેપાર કરતી હતી. પરવીનબાનુનો પતિ પાથરણા પાથરીને ગુજરાન ચલાવે છે.

આરોપી મહિલાના ઘરમાં સાસુ સસરા પણ નથી જેથી ઘરે એકલી હોવાથી તે ઘરેથી જ  ડ્રગ્સનો વેપાર કરતી હતી. 31 ડિસેમ્બરને લઈને શહેર પોલીસ દ્વારા દારૂ સાથે ડ્રગ્સની હેરાફેરી પર પણ નજર રાખવામાં આવી હતી. SOGએ પરવીનબાનુ પાસેથી 3.40 લાખનું MD ડ્રગ્સ કબજે લઈને તેની ધરપકડ કરી છે.પરવીનબાનું કોના પાસેથી કેટલા પ્રમાણમાં ડ્રગ્સ લાવતી હતી તથા અગાઉ કેટલું ડ્રગ્સ લાવી હતી અને કોને કેટલું વેચ્યું છે તે મામલે SOG દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *