પાટણ જીલ્લાના સમી તાલુકાના નાયબ મામલતદારને પાટણની એ.સી.બી.એ એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા

Views 347

પાટણ જિલ્લામાં આવેલા સમી તાલુકાના નાયબ મામલતદારને પાટણની એ.સી.બી.એ એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. પાટણ જીલ્લાની એ.સી.બી.એ નાયબ મામલતદારને છટકું ગોઠવીને ઝડપી પાડ્યા હતા. સમી તાલુકાની મામલતદાર કચેરીમાં એ.સી.બી.ની સફળ ટ્રેપ થતા જ લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

પાટણ જીલ્લામાં આવેલા સમી તાલુકાની મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા નામે અમરસિંહ રમણભાઈ ચૌધરી જેઓ હાલમાં સર્કલ ઓફિસર તરીકે ચાર્જમાં હતા, અને અરજદારને મિલકત વેચાણ દસ્તાવેજ કરાવેલ હતા, તે દસ્તાવેજની નોંધો કાઢી આપવા માટેની કામગીરી માટે સર્કલ ઓફિસરે અરજદાર પાસેથી રૂપિયા એક લાખની લાંચની માંગણી કરી હતી. પરંતુ અરજદાર આ લાંચની રકમ આપવા માગતા ના હતા, જેના કારણે અરજદારે પાટણ જીલ્લાની એ.સી.બી. પોલીસને આ બાબતે જાણ કરી હતી. ત્યારબાદ પાટણની એ.સી.બી. પોલીસ દ્વારા ઇન્ચાર્જ સર્કલ ઓફિસરને રંગે હાથે ઝડપી પાડવા માટે છટકુ ગોઠવીને અરજદાર પાસે માંગેલ લાંચની રકમ આપવા માટે તેમણે મોકલ્યા હતા. આ દરમિયાન લાંચની રકમ સ્વીકારતા જ રંગે હાથે ઓફિસરને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ એ.સી.બી. પોલીસ દ્વારા સર્કલ ઓફિસરની અટકાયત કરીને ઓફિસ ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

રિપોર્ટર – મુરતૃજા આલી સૈયદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
50 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
50 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *