એશિયા કપ 2018માં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મુકાબલો રમાઇ રહ્યો છે. ભારતે 1984,1988, 1990-91, 1995, 2010 અને 2016માં એશિયા કપનો ખિતાબ જીત્યો છે. પાકિસ્તાનની વાત કરીએ તો આ ટીમે વર્ષ 2000ની ફાઇનલમાં શ્રીલંકા અને વર્ષ 2012ની ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવીને ખિતાબ પર કબજો કર્યો હતો. મેચથી વધુ ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચેના વિવાદ વધુ ચર્ચામાં રહે છે. દરમિયાન તમને ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા વિવાદ વિશે જણાવી રહ્યું છે.
ગૌતમ ગંભીર Vs શાહિદ આફ્રિદી:
વર્ષ 2007માં જ્યારે પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવી હતી ત્યારે 5 વન ડે મેચની સિરીઝનો ત્રીજો મુકાબલો કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં રમાયો હતો. જેમાં ગૌતમ ગંભીર અને શાહિદ આફ્રિદી વચ્ચે ઝઘડો થયો હતો. ગંભીર શાહિદ આફ્રિદીના બોલ પર સિંગલ લેવા માટે દોડી રહ્યો હતો ત્યારે બન્ને ટકરાઇ ગયા હતા. ગંભીરને લાગ્યુ કે આફ્રિદીએ જાણી જોઇને ધક્કો માર્યો છે તે બાદ બન્ને વચ્ચે વિવાદ થયો હતો.
ભારત-પાકિસ્તાનના ખેલાડી ઝઘડ્યા જ્યારે મેદાન પર, ગંભીરે આફ્રિદીને બોલી ગાળો
Views 60