પાટણના રાધનપુરમાં કેબીનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હાથે રૂ. 5.05 કરોડના ખર્ચે 240 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

Views 218

ગુજરાત રાજ્ય સરકાર રાજ્યના સર્વાંગી વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. ગરીબથી ગરીબ વ્યક્તિઓના જીવનમાં આમૂલ પરિવર્તન આવે તે માટે વિકાસલક્ષી કાર્ય રાજ્યસરકાર કરી રહી છે. રાજ્યમાં ગામ, તાલુકા અને જિલ્લામાં વિકાસલક્ષી કાર્યનુ કામ અવિરત ચાલુ રહે તેને અનુલક્ષીને વિશ્વાસથી વિકાસ અંતર્ગત પ્રાંતકક્ષાના લોકાર્પણ કાર્યક્રમમાં આજે પાટણના રાધનપુર ખાતે મંત્રી અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજાયેલા વિશ્વાસ થી વિકાસ કાર્યક્રમ કોમ્યુનિટી હોલ રાધનપુર મુકામે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો. ત્યારબાદ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હાથે પાટણના રાધનપુર અને સાંતલપુર તાલુકાના વિવિધ વિકાસ કામોનું ઇ – લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. જેમાં મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણના હાથે ₹5.05 કરોડના ખર્ચે 240 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં શેડના કામો, પેપર બ્લોકના કામો, પીવાના પાણીના કામો, દીવાલ, વરંડાના કામો, ભૂગર્ભ ગટરના કામોનો સમાવેશ થાય છે. આ વિકાસના કામોથી પાટણના રાધનપુર અને સાંતલપુર તાલુકાના વિકાસની ગતિને વધુ વેગ મળશે.

ત્યારબાદ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે સભાને સંબોધતા કહ્યું હતું કે, દરેકના સાથ સહકારથી ગુજરાતની વિકાસ યાત્રા અવિરત ચાલી રહી છે. અમારી સરકાર દરેકની સંભાળ લેતી સરકાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સાનિધ્યમાં ગુજરાત ઉત્તમ થી સર્વોતમ બની રહ્યું છે. વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત પાટણના રાધનપુર ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના કાર્યક્રમમાં રાધનપુર તાલુકા પંચાયત પ્રમુખ શીતલબેન ઠાકોર, રાધનપુર નગરપાલિકા પ્રમુખ મહેશભાઇ ઠક્કર, પુર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પ્રાંત અધિકારી નિર્ભય ગોંડલીયા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર – મુરતૃજા આલી સૈયદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *