- સમસ્ત વેપારી એસોસિયેશન ના મિત્રો
પાટણમાં તારીખ: ૧૦/૦૯/૨૦૨૨ ને શનિવારે સવારે 8.00 કલાક થી બપોરે 12.00 કલાક સુધી “” મોંધવારી બેરોજગારી અને ભ્રષ્ટાચાર “” સહિતના મુદ્દે કોંગ્રેસ પાર્ટી દ્રારા “” ગુજરાત બંધ “” નુ એલાન આપવામાં આવેલ છે. તો પાટણ જીલ્લા ના પાટણ શહેર – પાટણ તાલુકા અને સરસ્વતી તાલુકા ના તમામ નાના – મોટા વેપારીઓ, સ્કૂલ કોલેજ ના વિદ્યાર્થીઓ, તમામ નાના મોટા ઉદ્યોગો ને ફકત ૪ કલાક એટલે કે સવારે ૮:૦૦ થી બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધી ધંધા રોજગાર બંધ રાખીને સહયોગ આપવા પાટણ જીલ્લા – પાટણ શહેર, પાટણ તાલુકા તથા સરસ્વતી તાલુકા કોંગ્રેસ પાર્ટી વતી નમ્ર વિનંતિ છે . આ બંધ ના એલાન ને સમર્થન કરી સાથ સહકાર આપવા પાટણ જીલ્લા ના તમામ શહેર તથા તમામ તાલુકા ની જનતા ને નમ્ર અપીલ……..
પાટણ જીલ્લા કોંગ્રેસ સમિતિ
પાટણ શહેર કોંગ્રેસ સમિતિ
પાટણ તાલુકા કોંગ્રેસ સમિતિ
સરસ્વતી તાલુકા કોંગ્રેસ સમિતિ
સમસ્ત પાટણ વિધાનસભા કોંગ્રેસ સમિતિ
રિપોર્ટર – મુરતૃજા આલી સૈયદ