વાળને કાળા, ઘાટ્ટા અને મજબૂત બનાવવા લગાવો ખાટું દહીં, લસણનો રસ , બીટ

Views 70

વાળ ખરવા, વાળ સફેદ થવા, ટાલ પડવી, વાળનો ગ્રોથ ઓછો હોવો, ડેન્ડ્રફ વગેરે સમસ્યાઓ અત્યારે સામાન્ય છે. જેના માટે લોકો મોંઘા હેયર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે અને દર મહિને તેની પાછળ અઢળક ખર્ચ પણ કરે છે. પરંતુ જો હેયર માટે રેગ્યુલર કેટલીક હોમમેડ ટ્રીટમેન્ટ કરવામાં આવે તો તે આપણે સાવ સસ્તામાં આપણાં વાળને હેલ્ધી અને મજબૂત રાખી શકીએ છીએ. કેટલીક દેશી વસ્તુઓના ઉપયોગથી વાળને ભરાવદાર, કાળા, મુલાયમ અને મજબૂત બનાવવાની રીત આજે અમે તમને જણાવીશું.
બટાકા
2-3 બટાકાનો રસ કાળી તેને વાળ અને સ્કેલ્પમાં લગાવો. એક કલાક બાદ ધોઈ લો. તેનાથી વાળની ડ્રાયનેસ દૂર થશે અને વાળ હેલ્ધી બનશે.
ખાટું દહીં
2 ચમચી ડુંગળીના રસમાં 1-1 ચમચી ખાટું દહીં અને લીંબુનો રસ મિક્ષ કરી મસાજ કરો. 30 મિનિટ બાદ ધોઈ લો. વાળ મજબૂત અને શાઈની બનશે.
લીંબુ
રેગ્યુલર 2 લીંબુનો રસ વાળ અને સ્કેલ્પમાં લગાવી મસાજ કરવાથી ડેન્ડ્રફ અને હેયર ફોલ પ્રોબ્લેમ દૂર થાય છે.
ગાજર
રેગ્યુલર 2 ચમચી ગાજરનો રસ વાળ અને સ્કેલ્પમાં લગાવો. તેમાં રહેલું બાયોટીન વાળને શાઈની બનાવે છે અને હેયર ફોલથી બચાવે છે.
લસણ
2 ચમચી લસણના રસને વાળના મૂળમાં લગાવો. 1 કલાકબાદ ધોઈ લો. ડેન્ડ્રફ અને હેયર ફોલની પ્રોબ્લેમ દૂર થશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *