કડી તાલુકાના વડાવી ગામના જુગારધામ પર એલસીબીની રેડ જુગારીઓ ઘરના પહેલા માળેથી કૂદકા મારીને ભાગ્યા
મહેસાણા જીલ્લાની એલસીબીને વાત મળી હતી કે અમદાવાદના સોલામાં રહેતો નામે દંતાણી કમલેશ બચુભાઈ અને કડી તાલુકાના વડાવી ગામના ઠાકોર રાજુજી ફતાજી બન્ને જણા સાથે મળીને ઠાકોર મુકેશજી ભરતજીના ઘરમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમાડી રહ્યા છે. જેને આધારે એલસીબી પીએસઆઇ એ.કે. વાઘેલા અને તેમની ટીમે ઠાકોર મુકેશના ઘરમાં ઉપરના માળે રેડ કરતાં જુગારીઓમાં દોડધામ મચી હતી. જેમાંથી 3 જુગારી મકાન ઉપરથી કૂદકો મારી નાસી ગયા હતા, જ્યારે 4 જુગારી પકડાઈ ગયા હતા. પોલીસે રૂ.83 હજારની રોકડ, રૂ.16 હજારના 4 મોબાઇલ સહિત રૂ. 99,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
- પકડાયેલા ચાર જુગારીઓ
1. દંતાણી કમલેશ બચુભાઈ (રહે. સોલા, અમદાવાદ)
2. ઠાકોર રમણજી સત્રાજી તખાજી (રહે. વાસજડા, તા.કલોલ)
3. ઠાકોર વિજયજી સોમાજી (રહે. વડાવી, તા. કડી)
4. જયસન જોસફ જેકલ પેરુમાડન (રહે. નિકોલ, અમદાવાદ) - ભાગી ગયેલા ત્રણ જુગારીઓ
1. રાજુજી ફતાજી ઠાકોર (વડાવી)
2. મુકેશજી ફતાજી ઠાકોર (વડાવી)
3. ઠાકોર બુધાજી (રહે.સઈજ, તા.કલોલ)