એશિયા કપ 2018 શરૂ થવામાં હવે માત્ર 1 દિવસનો સમય બાકી છે. આ વખતે એશિયા કપની યજમાની યુએઇ કરી રહ્યું છે. 15 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં 6 દેશની ટીમ ભાગ લઇ રહી છે. આ વખતે એશિયા કપ ખાસ છે. નિયમીત કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવતા રોહિત શર્મા એશિયા કપમાં ટીમ ઇન્ડિયાની કમાન સંભાળશે. બીજી તરફ એમએસ ધોની પાસે આ વખતે એશિયા કપમાં કેટલાક રેકોર્ડ તોડવાની તક છે.
ટોપ-5 બેટ્સમેનમાં થઇ શકે છે સામેલ
એશિયા કપમાં ધોનીના નામે 13 મેચમાં 95.16ની એવરેજથી 571 રન છે. જો ધોની આ ટૂર્નામેન્ટમાં 103 રન બનાવે છે તો તે એશિયા કપમાં સૌથી વધુ રન બનાવનારા ટોપ 5 બેટ્સમેનોની યાદીમાં સામેલ થઇ જશે. આ યાદીમાં 25 મેચમાં 1220 રન બનાવીને સનથ જયસૂર્યા ટોપ પર છે. જ્યારે પાંચમા નંબર પર મહેલા જયવર્ધને છે. જયવર્ધનેએ 28 મેચમાં 29.30ની એવરેજથી 674 રન બનાવ્યા છે.
દિલશાનને પાછળ છોડી શકે છે ધોની
એમએસ ધોનીના નામે 321 વન ડે મેચમાં 51.25ની એવરેજથી 10,046 રન છે. તે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં 12માં નંબર પર છે. ધોનીથી આગળ શ્રીલંકાનો તિલકરત્ને દિલશાન છે, જેને 10,290 રન બનાવ્યા છે. વન ડેમાં 11માં સૌથી વધુ રન બેટ્સમેન બનવા માટે ધોનીએ 6 મેચમાં 244 રનની જરૂર છે.
ધોની માટે ખાસ હશે આ વખતનો એશિયા કપ
Views 55