પશુપાલકોમાં ભય:માણસાના સોલૈયા ગામમાં બે પશુઓ લમ્પી વાયરસના ઝપટે ચઢ્યા 

Views 203

પશુપાલકોમાં ભય:માણસાના સોલૈયા ગામમાં બે પશુઓ લમ્પી વાયરસના ઝપટે ચઢ્યા 

*ઉત્તર ગુજરાત પછી ગાંધીનગર જિલ્લામાં લમ્પી વાયરસની એન્ટ્રી

*જિલ્લામાં વાયરસ આવવાથી પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું: ટીમોને દોડાવાઇ

     ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં લમ્પી વાયરસના કારણે પશુઓના મોત નીપજી રહ્યા છે અને આ રોગચાળો ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે હવે માણસા તાલુકાના સોલૈયા ગામમાં પણ બે દિવસમાં બે ગાયોને લમ્પી વાયરસ ના લક્ષણો જોવા મળતા પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે તો આ રોગચાળાની ગંભીરતા ને કારણે પશુપાલન વિભાગના તબીબો પણ સ્થળ પર આવી સારવાર તેમજ જરૂરી  સૂચન આપ્યા છે.

     રાજ્યના અનેક જિલ્લાઓમાં લમ્પી વાયરસ નામના રોગચાળાએ ભારે હાહાકાર મચાવ્યો છે અને આ રોગના કારણે અનેક અબોલ પશુઓના જીવ ગયા છે ત્યારે રાજ્ય સરકારના ખેતીવાડી અને પશુપાલન વિભાગ દ્વારા પશુપાલકોને સલામતીના ભાગરૂપે એલર્ટ રહેવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે ત્યારે હવે આ વાયરસ ના લક્ષણો માણસા તાલુકાના સોલૈયા ગામમાં રહેતા રામુભાઈ ગલબા ભાઈ ચૌધરી ની ગાયમાં ગઈકાલે દેખાતા તેમણે તાત્કાલિક આ બાબતની જાણ ગામના પશુ તબીબને કરતા તેઓએ સ્થળ પર આવી પ્રથમ દૃષ્ટિએ લમ્પીવાયરસ ના લક્ષણ જણાયા હતા જેથી તેમને તે મુજબની સારવાર શરૂ કરી હતી તો ખેડૂતે પણ રોગચાળાની ગંભીરતા ને જોતા જિલ્લા કંટ્રોલ માં પણ ગાયના લક્ષણો બાબતે વાત કરતા ગઈકાલે જિલ્લા પશુપાલન વિભાગના તબીબ સોલૈયા ગામે પહોંચી સારવાર અને નિરીક્ષણ કરી ખેડૂતને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી.

      બીજા દિવસે સોલૈયા ગામમાં જ લાલજીભાઈ ચૌધરી ના ત્યાં ગાયને આ જ પ્રકારના લક્ષણો જણાતા તેમણે પણ પશુ તબીબ ને બોલાવી શંકાસ્પદ લમ્પી વાયરસ જેવું લાગતા તેની સારવાર કરવામાં આવી હતી તો ખેડૂતોએ આ રોગચાળા બાબતે દૂધસાગર ડેરી ને તેમજ સરકારી વિભાગોને જાણ કરી આ રોગચાળો વધુ ન ફેલાય  તે માટે પશુઓને તાત્કાલિક રસી આપવા માટે પણ માગણી કરવામાં આવી છે તો એક જ ગામમાં બે ગાયોને લમ્પી વાયરસના લક્ષણો જણાતા માણસા તાલુકાના પશુપાલકોમાં ભય નો માહોલ ફેલાયો છે.

                                                                                                                                                                                          અહેવાલ – તેજાજી ચૌહાણ 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *