હત્યા કે આત્મહત્યા:રાજકોટમાં ખાનગી બસમાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો, ગળાના ભાગે ગંભીર ઇજાના નિશાન

Views 184

હત્યા કે આત્મહત્યા:રાજકોટમાં ખાનગી બસમાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો, ગળાના ભાગે ગંભીર ઇજાના નિશાન

     રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોક નજીક ખાનગી ટ્રાવેલ્સની બસમાં પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. બનાવની જાણ થતા DCP, ACP કક્ષાના અધિકારીઓ તેમજ રાજકોટ બી ડિવિઝન પોલીસ અને SOG પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જેમાં મૃતકના ગળાના ભાગે ઇજાના નિશાન જોવા મળતા પોલીસે FSL અને ડોગ સ્ક્વોડની મદદ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકની ફાઈલ તસવીર
                                                                                              મૃતકની ફાઈલ તસવીર

*મુસાફર મૃત હાલતમાં જોવા મળ્યો
રાજકોટ શહેરના કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોક નજીક ક્રિષ્ના ટ્રાવેલ્સ નામની ખાનગી બસમાં એક પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક અંગે તપાસ હાથ ધરી હતી. બસ સુરતથી રાજકોટ તરફ આવતી હતી. એ દરમિયાન રાજકોટના ગ્રીન લેન્ડ ચોક નજીક ઉપરની સીટ પર બેસેલા મુસાફરે નીચે ઉતરતી વખતે લોહી નિહાળી બસના ડ્રાઈવર અને ક્લીનરને જાણ કરી હતી. જે બાદ F-3 માં સવાર મુસાફર મૃત હાલતમાં જોવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસે નિવેદન નોંધવા કાર્યવાહી હાથ ધરી
                                                                           પોલીસે નિવેદન નોંધવા કાર્યવાહી હાથ ધરી

*CCTV ફૂટેજ તપાસવા કાર્યવાહી
પોલીસ તપાસમાં બસ સુરતથી અમદાવાદ થઇ રાજકોટ તરફ આવતી હતી. સીટ નંબર F-3માં જામનગરના ભોજાબેડી ગામના વતની મૃતક પ્રવીણ વાઘેલા (ઉ.વ.34) સવાર હોવાનું સામે આવ્યું છે. જેને પગલે હવે પોલીસ દ્વારા અને બસમાં રહેલા CCTV ફૂટેજ તેમજ અન્ય જે જગ્યા પર બસ ઉભી રહી તે જગ્યા પરના CCTV ફૂટેજ ચકાસવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત બસમાં સવાર મુસાફર, ડ્રાઇવર અને ક્લીનરના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે.

બસમાં રહેલા CCTV ફૂટેજ તપાસવા કાર્યવાહી હાથ ધરી છે
                                                                બસમાં રહેલા CCTV ફૂટેજ તપાસવા કાર્યવાહી હાથ ધરી છે

*હત્યાની આશંકા
પ્રાથમિક દૃષ્ટિએ ગળાના ભાગે ઇજાના નિશાન જોવા મળતા હત્યાની આશંકા જોવામાં આવી રહી છે. પોલીસે FSL અને ડોગ સ્ક્વોડ બોલાવી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બ્લેડ જેવા કોઇ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હોય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

                                                                                                                                                                                                અહેવાલ – ઈલા મારૂ 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *