મહેસાણામાં બાપા સીતારામ અન્નક્ષેત્રના 8 સંચાલકો સામે ઠગાઇની ફરિયાદ, પાવતીથી ઉઘરાવેલા નાણાં વ્યક્તિગત બેંક ખાતામાં જમા કરાવ્યા હોવાનો આક્ષેપ

Views 148

કર્તાહર્તાઓએ કરી છેતરપિંડી:મહેસાણામાં બાપા સીતારામ અન્નક્ષેત્રના 8 સંચાલકો સામે ઠગાઇની ફરિયાદ, પાવતીથી ઉઘરાવેલા નાણાં વ્યક્તિગત બેંક ખાતામાં જમા કરાવ્યા હોવાનો આક્ષેપ

પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
                                                                                                      પ્રતિકાત્મક તસવીર
  • મહેસાણા રેલવે સ્ટેશન પાસે આવેલા અન્નક્ષેત્રના સંચાલકોએ રજીસ્ટર સંસ્થા ન હોવા છતાં પાવતીઓ છપાવી મોટું દાન ઉઘરાવ્યાનો આક્ષેપ

     મહેસાણા રેલવે સ્ટેશન પાસે બાપા સીતારામ નામનું અન્નક્ષેત્ર ચલાવતા સંચાલકો દ્વારા પાવતીઓ છપાવી દાતાઓ પાસેથી ઉઘરાવેલા નાણાં વ્યક્તિગત બેંક ખાતામાં જમા કરાવી સરકારની ટેક્સ ચોરી કરી હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે 8 કર્તાહર્તાઓ સામે ઠગાઇ, છેતરપિંડી, કાવતરું સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરતાં ખળભળાટ મચી ગયો છે.

*24 વર્ષ પૂર્વે સંસ્થા ચાલુ કરાઇ હતી
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, શહેરના રેલવે સ્ટેશન પર 24 વર્ષ પૂર્વે રેલવે સ્ટેશનના કર્મચારીઓ દ્વારા ભિક્ષુકોને જમાડવા બાપા સીતારામ જલસેવા અને અન્નક્ષેત્ર નામની સંસ્થા ચાલુ કરાઇ હતી. જેમાં આજુબાજુમાંથી પૈસા ઉઘરાવીને દરરોજ સાંજે ભિક્ષુકોને જમાડવામાં આવતા હતા. પરંતુ સમય જતાં ધીરે ધીરે આ સંસ્થામાં ડોનેશન વધુ આવવાનું શરૂ થતાં વર્ષ 2005માં ડોનેશન સારું બાપા સીતારામ જલસેવા અન્નક્ષેત્ર નામની પાવતી બુકો છપાવી દાતાઓને આપવામાં આવતી હતી.

*આજ દિન સુધી આ હિસાબ મુકેશભાઈ પાસે છે
જેનો હિસાબ સૌપ્રથમ રામજીભાઈ પ્રજાપતિ રાખતા હતા અને 2007માં હિસાબમાં કોઈ ભૂલચૂક આવતાં આ હિસાબ તેમણે મનોજ ગુલવાણીને આપ્યો હતો. કેટલાક સમય બાદ મનોજભાઈએ આ હિસાબ મુકેશભાઈ આત્મારામ પટેલને આવ્યો હતો. ત્યારથી આજ દિન સુધી આ હિસાબ મુકેશભાઈ પાસે છે. દરમિયાન નીચા ભાટવાડાના રણાવાસમાં રહેતા વિષ્ણુભાઈ ધનજીભાઈ બારોટે આ સંસ્થામાં 2021માં રૂ.1100નું અને ત્યારબાદ રૂ.500નું પાવતી મેળવી દાન આપ્યું હતું. વિષ્ણુભાઈએ દાન આપ્યા બાદ આ સંસ્થાની નોંધણી અને હિસાબ અંગે મુકેશભાઈને પૂછતાં તેમણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો.

*લોકોનો વિશ્વાસ સંપાદન કરી સંસ્થાના નામે ભંડોળ એકત્ર કરેલું
તેમણે તપાસ કરતાં 2005 થી 2012 દરમિયાન મુકેશભાઈ સહિત 7 જેટલા વ્યક્તિઓએ મહેસાણા રેલવે સ્ટેશન પાસે બાપા સીતારામ જલસેવા અને અન્નક્ષેત્ર નામની સંસ્થા ચાલુ કરી ભંડોળ એકત્ર કરવા ધાર્મિકના નામે પાવતીઓ છપાવી લોકોનો વિશ્વાસ સંપાદન કરી સંસ્થાના નામે ભંડોળ એકત્ર કરેલું છે અને આ ભંડોળ તેમના વ્યક્તિગત ખાતામાં જમા કરાવી રજીસ્ટર સંસ્થા ન હોવા છતાં પાવતી બુકો છપાવી લોકો પાસેથી દાન લીધું હોવાનું બહાર આવ્યું હતું.

*સંસ્થા સામે છેતરપિંડીનો આક્ષેપ​​​​​
આમ, 2005થી બાપા સીતારામ જલસેવા અને અન્નક્ષેત્ર નામની કથિત સંસ્થા ચલાવી સંસ્થાના નામે પાવતીઓ છપાવી બાપા સીતારામના નામે દાતાઓ પાસેથી મોટી રકમના નાણાકીય લાભો મેળવી સંસ્થાની કોઈ નોંધણી નહીં કરાવી કપટપૂર્વકનો દસ્તાવેજ બનાવી વીજ કનેક્શન મેળવવા જીઇબીમાં રજૂ કરી દાતાઓ પાસેથી પાવતીથી મેળવેલ નાણાં પોતાના વ્યક્તિગત બેંક ખાતામાં જમા કરાવી સરકારની ટેક્સ ચોરી અને દાતાઓ સાથે છેતરપિંડી કરવાના આક્ષેપ સાથે વિષ્ણુભાઈ બારોટે મુકેશભાઈ પટેલ સહિત 8 વ્યક્તિઓ સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

*પોલીસે છેતરપિંડી, કાવતરું સહિતનો ગુનો નોંધ્યો

  • મુકેશ આત્મારામ પટેલ (રહે. કનક ફ્લેટ, મહેસાણા)
  • પ્રહલાદ મોતીરામ પારેખ (રહે. પાર્થ સોસાયટી, નાગલપુર રોડ, મહેસાણા)
  • કાંતિ અંબાલાલ પ્રજાપતિ (રહે. લકીપાર્ક સોસાયટી, મહેસાણા)
  • નંદકિશોર ઉર્ફે લાલો ગોવિંદભાઈ બારોટ (રહે. નીચો ભાટવાડો, મહેસાણા)
  • યોગેશ હરિભાઈ બારોટ (રહે. રેલવેપુરા, ધિણોજ, તા. ચાણસ્મા)
  • અજમલ દેવસિંહ ઝાલા (રહે. જ્યોતિનગર સોસાયટી, મહેસાણા) 
  • મનોજ બલરામભાઇ ગુલવાણી (રહે. ધરતી બંગલોઝ, મહેસાણા)
  • મહેશ કાનજીભાઇ રાઠોડ (રહે. સર્જન સોસાયટી, મહેસાણા)

    અહેવાલ  –  ગાયત્રીબેન ઝાલા 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *