જીવલેણ અકસ્માત:પાલનપુરના એસબીપુરા પાટીયા પાસે બે ટ્રકો વચ્ચે ટક્કર થતા ત્રણનાં મોત, એક ઘાયલ
*ઘેટા ભરેલી ટ્રકમાં અનેક ઘેટાઓ પણ મોતને ભેંટ્યા
બનાસકાંઠા જિલ્લામાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આજે પાલનપુરના એસબીપુરા પાટીયા પાસે બે ટ્રકો વચ્ચે ટક્કર થતા ત્રણ લોકોનાં મોત નિપજ્યા હતા. રાજસ્થાનથી ઘેટા ભરી ગુજરાત આવી રહેલી ટ્રકને અકસ્માત નડ્યો હતો. ટ્રક ડ્રાઈવર સહિત ટ્રકમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
*બનાસકાંઠામાં અકસ્માતનો સિલસિલો યથાવત
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં બે દિવસ આગાઉ છાપી નજીક સિક્સ લાઈન હાઇવે પર ટ્રક અને સ્વીફ્ટ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો તેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જે બાદ આજે પાલનપુરના એસબીપુરા પાટીયા નજીક બે ટ્રકો વચ્ચે અકસ્માત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘેટા-બકરા ભરી અમદાવાદ તરફ જઈ રહેલ ટ્રકો વચ્ચે એસબીપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત સર્જાતા ટ્રકમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. ટ્રકમાં ભરેલા ઘેટાં-બકરાના પણ મોત નિપજ્યા હતા.
આ અકસ્માતના પગલે આજુબાજુના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જે વાત તાત્કાલિક પાલનપુર તાલુકા પોલીસને અકસ્માતની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રકમાંથી મૃતકોને રાતને બહાર નીકળી એ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
*અકસ્માતમાં મૃતકોના નામ
1. બતાયા ખાન (ટ્રકચાલક)
2. વલીખાન સિંધી
૩. માલકખાન સિંધી
અહેવાલ – ટોફીક હુસેન