સુરત ક્રાઇમ બ્રાન્ચનું LIVE ઓપરેશન:કુખ્યાત આરોપીઓની કાર આવતાં જ દંડાઓ લઈને 12 પોલીસકર્મી તૂટી પડ્યા, બે આરોપી મહામહેનતે હાથમાં આવ્યા

Views 144

 

સુરત ક્રાઇમ બ્રાન્ચનું LIVE ઓપરેશન:કુખ્યાત આરોપીઓની કાર આવતાં જ દંડાઓ લઈને 12 પોલીસકર્મી તૂટી પડ્યા, બે આરોપી મહામહેનતે હાથમાં આવ્યા

 

 * પોલીસે દંડાનો વરસાદ કર્યો છતાં આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો

 

     સુરત શહેર અને જિલ્લામાં ચીકલીગર ગેંગનો ખૂબ જ આતંક જોવા મળે છે. પોલીસને ચોક્કસ માહિતી ન મળે ત્યાં સુધી તેઓ હાથે લાગતા નથી. અનેક વખત પોલીસને પણ ચકમો આપીને ફરાર થવામાં સફળ થઈ જાય છે. જોકે આજે સુરત ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે બારડોલી નજીક ઓપરેશન કર્યું હતું, જેમાં ચીકલીગર ગેંગના બે કુખ્યાત સાગરીતને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે બાતમી આધારે રોડ પર જ વોચ ગોઠવી હતી. ઈકો કારમાં આરોપીઓ આવતાં જ દંડાઓ લઈને 12 જેટલા પોલીસકર્મી તૂટી પડ્યા હતા છતાં તેમણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અંતે મહામહેનતે 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા.

આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો.
                                                                     આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો.

*બાતમી આધારે ઓપરેશન કર્યું
સુરત ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે ઈકો કારમાં ચીકલીગર ગેંગના સાગરીતો બારડોલી નજીકથી પસાર થવાના છે. જે ઈકો કારમાં તેઓ પસાર થવાના હતા એ આવતાંની સાથે જ ક્રાઇમ બ્રાન્ચની આખી ટીમ કાર ઊભી રખાવી તેમના ઉપર દંડા લઈને તૂટી પડ્યા હતા. 12 જેટલા પોલીસકર્મીઓ લાકડાના ફટકા વડે કાર પર મારવાનું શરૂ કરી દીધું હતું.

આરોપીઓની કાર જેસીબીમાં અથડાઈ.
                                                                       આરોપીઓની કાર જેસીબીમાં અથડાઈ.

*એક સાઈડ કારનો કાફલો અને એક સાઈડ જેસીબી ઊંભું કરી દીધું
ઈકો કારમાં બેઠેલા ચીકલીગર ગેંગના બે સાગરીતે પોલીસના દંડાના વરસાદ વચ્ચે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે રોડ પર એક સાઈડ કારનો કાફલો અને એક સાઈડ જેસીબી ઊભું કરી દીધું હતું. ઈકો કાર ભગાવતાં કાર જેસીબી સાથે અથડાઈ હતી અને કાર ત્યાં જ ફસાઈ ગઈ હતી. ત્યાર બાદ પોલીસે ચીકલીગર ગેંગના બે સાગરીતને કારમાંથી ઉતારી ધરપકડ કરી હતી.

આરોપીઓની કારને બંને તરફથી બ્લોક કરી દીધી.
                                                                      આરોપીઓની કારને બંને તરફથી બ્લોક કરી દીધી.

 *ગેંગની મોડસ ઓપરેન્ડી ખૂબ જ અલગ પ્રકારની હતી                                                                                                                                                        ચીકલીગર ગેંગની મોડસ ઓપરેન્ડી ખૂબ જ અલગ પ્રકારની હતી. તે શહેર અને જિલ્લાની અંદરથી કારની ચોરી કરતા હતા અને એ જ વાહનોનો ઉપયોગ કરી ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. આ સાથે તેઓ વાહનચોરી, ખૂનની કોશિશ વગેરે અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે.                                                    

આરોપીઓને મહામહેનતે કારમાંથી બહાર કાઢ્યા.
                                                                  આરોપીઓને મહામહેનતે કારમાંથી બહાર કાઢ્યા.

*મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ગુના આચરતા
ચીકલીગર ગેંગના સાગરીતો સુરત શહેર સહિત સુરત જિલ્લામાં રાત્રિ ઘરફોડ, ધાડની કોશિશ અને હત્યાના પ્રયાસ સહિત અનેક ગુનામાં સંડોવાયેલા છે. જોકે આરોપીની ધરપકડ બાદ અનેક ગુનાઓનો ભેદ ઉકેલાઈ શકે છે. ચીકલીગર ગેંગમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના શખસો હોવાથી આ વિસ્તારોમાં પણ આ લોકોએ ગુના કર્યા હોવાની શક્યતા નકારી શકાતી નથી.

કુખ્યાત બંને આરોપીની ધરપકડ કરાઈ.
                                                                    કુખ્યાત બંને આરોપીની ધરપકડ કરાઈ.

*3 મહિના પહેલાં જનરલસિંગ ઝડપાયો હતો
2014થી નાસતાફરતા વોન્ટેડ આરોપી અંગે બાતમી મળતાં ડિંડોલી ભેસ્તાન ચાર રસ્તા પાસે પેટ્રોલિંગ દરમિયાન ચીકલીગર ગેંગના મુખ્ય સૂત્રધાર રાજબીર ઉર્ફે જનરલસિંગ ઝડપાઈ ગયો હતો. આ ચીકલીગર ગેંગનો મુખ્ય સૂત્રધાર મિલકત અને શરીર સંબંધી 26 જેટલા ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી. સુરત શહેરમાં અને જિલ્લામાં તેનો ખૂબ મોટો આતંક જોવા મળતો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર પણ હુમલો કરીને આ આરોપી ફરાર થઈ ગયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *