લોખંડની ચોરી:રાજકોટમાં સ્કૉર્પિયોમાં બેસી ચોરી કરવા નીકળ્યા પૈસાદાર પરિવારના દીકરા, કારણ જાણી પોલીસ ચોંકી

Views 140

લોખંડની ચોરી:રાજકોટમાં સ્કૉર્પિયોમાં બેસી ચોરી કરવા નીકળ્યા પૈસાદાર પરિવારના દીકરા, કારણ જાણી પોલીસ ચોંકી

રાજકોટમાં સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો                                                                                                                                            પૈસાદાર માં-બાપના નબીરાઓ ચડ્યા ચોરીના રવાડે                                                                                                                            હાઇપ્રોફાઇલ સ્કૂલના વિદ્યાર્થીઓ લોખંડની ચોરી કરતા ઝડપાયા
 

     રાજકોટમાં સમાજ માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. પૈસાદાર માં-બાપના નબીરાઓ ચોરીના રવાડે ચડ્યા હોવાનું સામે આવ્યું છે. નબીરાઓ બર્થ-ડે પાર્ટી મનાવવા ચોરીના રવાડે ચડ્યા છે. હાઇપ્રોફાઇલ સ્કૂલના વિદ્યાર્થીઓ લોખંડની ચોરી કરતા ઝડપાયા છે. આ મામલે પોલીસે SNK અને ધોળકિયા સ્કૂલના 3 વિદ્યાર્થીઓને પણ ઝડપી પાડ્યા છે.

* બર્થ ડે પાર્ટી ઉજજવા આ વિદ્યાર્થીઓ લોખંડની ચોરી કરતા                                                                                                                                           

     મોંઘા રિસોર્ટમાં બર્થ ડે પાર્ટી ઉજજવા માટે આ વિદ્યાર્થીઓ લોખંડની ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે. નવી બનતી સાઇટમાંથી 150 કિલો લોખંડની રિંગની તેઓ ચોરી કરે છે. આ વિદ્યાર્થીઓએ અગાઉ પણ 100 કિલો લોખંડની ચોરી કર્યાની કબૂલાત કરી છે. કારચાલક વિદ્યાર્થીએ ધો.12માં 65 ટકા ગુણ મેળવ્યા હતા. I-20 અને સ્કોર્પિયોમાં કુલ 150 કિલો લોખંડની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું. તમને જણાવી દઇએ કે, બિલ્ડરની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે 3 વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે.

     વાલીઓ માટે લાલબત્તી સમાન આ કિસ્સાની જો વિગતે વાત કરીએ તો, શહેરના રૈયા રોડ પર તુલસી સુપરમાર્કેટ સામે એક બાંધકામ સાઇટ પરથી લોખંડના સામાનની ચોરી થયાની ઘટના સામે આવી હતી. જે અંગે પોલીસે અલગ-અલગ CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરતા ચોરી કરનારને ઝડપવામાં પોલીસને સફળતા હાથ લાગી. પરંતુ તમને કદાચ જાણીને નવાઇ લાગશે કે આ ચોરી કોઈ રીઢા ચોરે નહીં પરંતુ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા સગીર વયના ત્રણ વિદ્યાર્થીઓએ કરી હોવાનું સામે આવ્યું છે.

*મિત્રનો જન્મદિવસ ઉજવવા અંદાજિત 150 કિલો જેટલાં ભંગારની ચોરી કરી

     મહત્વનું છે કે, ધરપકડ બાદ જ્યારે આ ત્રણેય વિદ્યાર્થીઓની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે ત્રણેય મિત્રો હોવાનું સામે આવ્યું. તેમજ આગામી સમયમાં ત્રણ પૈકી એક મિત્રનો બર્થ-ડે હોવાનું સામે આવ્યું છે. આથી મિત્રનો જન્મદિવસ ઉજવવા રાજકોટના કાલાવડ રોડ પર આવેલી મોંઘેરા ક્લબમાં બર્થ-ડે ઉજવવા માટે પરિવાર પાસેથી પૈસા લઇ શકે તેમ ન હોવાથી તેઓએ ચોરીનો પ્લાન બનાવી અંદાજિત 150 કિલો જેટલાં ભંગારની ચોરી કરી હતી.

                                                                                                                                                                                                           અહેવાલ – ઈલા મારૂ   

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *