Lenovo લાવ્યું યોગા લેપટોપ, મળશે 25 કલાકની બેટરી લાઇફ

Views 61

જર્મનીના બર્લિન શહેરમાં આયોજિત IFA 2018 ઇવેન્ટમાં લેનોવોએ ક્વૉલકોમ સ્નેપડ્રેગન 850 પ્રોસેસરવાળું લેપટોપ લોન્ચ કર્યું. Lenovo Yoga C630 WOS (વિન્ડોઝ ઓન સ્નેપડ્રેગન) વિન્ડોઝ 10 પર ચાલે છે અને સ્ટાન્ડર્ડ વિન્ડોઝ સોફ્ટવેરને સપોર્ટ કરે છે. લેનોવોનો દાવો છે કે યોગા સી630 ડબ્લ્યૂઓએસ 25 કલાકની બેટરી લાઇફ સાથે આવે છે. Yoga C630 WOSનું વજન માત્ર 1.2 કિલોગ્રામ છે અને તે 12.5 mm જેટલું પાતળું છે. લેનોવોમાં તમને 13.3 ઇંચની ફુલ HD આઇપીએસ ટચસ્ક્રીન મળે છે. ગ્રાહક ઇચ્છે તો Lenovo Pen ખરીદીને વિન્ડોઝ ઇન્ક ફીચરનો યૂઝ કરી શકે છે.

આગળ વાંચોઃ Xiaomi Mi Notebook લોન્ચ, બજેટ કેટેગરીમાં પાવરફુલ લેપટોપ
સ્ટીરિયો સ્પીકર્સ
લેપટોપમાં બે યુએસબી ટાઇપ-સી પોર્ટ છે, જે યુએસબી પાવર અને ડિસ્પ્લેપોર્ટ વીડિયો આઉટપુટ સાથે આવે છે. કનેક્ટિવિટી માટે વાઇફાઇ, બ્લૂટૂથ, જીપીએસ અને સ્ટીરિયો સ્પીકર્સ છે. આ લેપટોપ 4 જીબી અને 8 જીબી રેમ અને 128 જીબી/ 256 જીબીના યુએફએસ 2.1 સ્ટોરેજ વેરિઅન્ટમાં મળશે. એટલું જ નહીં સિમ કાર્ડ સ્લોટ સિવાય તેમાં પહેલેથી જ સ્નેપડ્રેગન X20 એલટીઇ-એ મોડલ સપોર્ટ મળશે.
હાઇ સ્પીડ ડાઉનલોડ સ્પીડ
આ ફીચરની મદદથી ડાઉનલોડ સ્પીડ 1.2 જીબી પ્રતિ સેકન્ડ અને અપલોડ સ્પીડ 150 એમબી પ્રતિ સેકન્ડ મળશે. જૂનમાં આયોજિત કમ્પ્યૂટેક્સ ઇવેન્ટમાં ક્વૉલકોમે આ નવી ચિપ સ્નેપડ્રેગન 850ને લોન્ચ કરી હતી. તે સિવાય ગ્રાફિક્સ માટે લેપટોપમાં ઇન્ટીગ્રેટેડ એડ્રીનો 630 આપવામાં આવ્યું છે. તે સિવાય લેપટોપ ઇમેજ સિગ્નલ પ્રોસેસિંગ માટે ડેડિકેટેડ બ્લોક, ઓડિયો, સેન્સર, સિક્યોરિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. યુરોપ અને અન્ય દેશોમાં નવેમ્બર 2018થી Yoga C630 WOS લેપટોપ મળશે. તેની કિંમત અંદાશે 80000 રૂપિયાથી શરૂ થાય છે. આ લેપટોપ ભારતમાં ક્યારે લોન્ચ થશે તે લેનોવોએ સ્પષ્ટ નથી કર્યું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *