ગાંધીનગર મનપાના ફાયર ઓફિસર મહેશ મોડ રૂ. 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

Views 144

*એસીબી સફળ કેસ*
ફરીયાદી : એક જાગૃત નાગરિક
આરોપી-(૧) મહેશકુમાર રવિદાન મોડ, ફાયર ઓફિસર વર્ગ-2 તથા ઈન્ચાર્જ ડેપ્યુટી ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ, ગુજરાત રાજ્ય
આરોપી-(૨) કમલભાઇ ઈન્દુભાઈ ગઢવી રહે.ગાંધીનગર (ખાનગી વ્યક્તિ)
ગુનો બન્યા : તા.૨૯.૦૧.૨૦૨૨
લાંચની માંગણીની રકમ : રૂપિયા ૫,૦૦,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ : રૂપિયા ૫,૦૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ : રૂપિયા ૫,૦૦,૦૦૦/-
ગુનાનું સ્થળ : સ્ટેટ ફાયર એન્ડ સેફટી પ્રિવેન્શન સર્વિસીસની કચેરી, ગાંધીનગર. ફરીયાદીએ ગાંધીનગર ગીફ્ટ સીટી ખાતે રેવા-બિલ્ડીંગ તથા રાયસણ ખાતે અંતરીક્ષ- બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીનું કામકાજ કરવા સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ, ગાંધીનગરની કચેરીમાંથી પ્લાન મંજુર કરાવવા તથા પ્રિ-એન.ઓ.સી મેળવવા અરજી કરેલ જે અનુસંધાને ફરિયાદીએ આ કામના આરોપી નં.૧ નો કચેરી ખાતે જઈ રૂબરૂમાં સંપર્ક કરતાં ઝડપી NOC મેળવવી હોય તો વ્યવહારના રૂ.૫,૦૦,૦૦૦/- આપવા પડશે તેમ જણાવેલ.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય તેઓએ એસીબી સમક્ષ ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે આજરોજ એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતાં ફરિયાદીએ આરોપી.નં.૧ ને તેઓની કચેરી ખાતે જઈ મળતાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી આરોપી નં.૨ સાથે ઓળખાણ કરાવી લાંચની રકમ આરોપી નં.૨ ને આપવાનું જણાવેલ.જેથી ફરિયાદીએ આરોપી નં.૨ ને સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસની કચેરી ગાંધીનગરની બહાર પાર્કિંગમાં પોતાની કારમાંથી લાંચની રકમ કાઢી આપતાં આરોપી નં.(૧) ના મેળાપીપણામાં આરોપી નં.(૨) નાએ આ લાંચની રકમ સ્વીકારી આરોપી નં.(૧) અને (૨) નાઓએ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિગેરે.      બ્દ્ધવબ
   પ્રાપ્ત માહિતી  મુજબ,  મહેશ મોડ લાંબા સમયથી ગાંધીનગર મનપામાં ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. મહેશ મોડ પર આરોપ છે કે, તેમણે ફાયર પ્લાન મંજૂર કરાવવા માટે પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી. એ પછી પીડિતે લાંચ આપવાના બદલે એન્ટી કરપ્શન બ્યૂરોનો સંપર્ક કર્યો હતો. ફરિયાદની ફરિયાદ બાદ એસીબીની ટીમે છટકુ ગોઠવ્યુ હતુ. એસીબીના છટકામાં ફાયર ઓફિસર મહેશ મોડ પાંચ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા હોવાની વાત વાયુ વેગે વિભાગમાં ફેલાઈ ગઈ હતી. એ પછી આ વિષય ચર્ચાનો મુદ્દો બન્યો હતો. આ લાંચ કેસમાં મહેશ મોડના સાળાની પણ સંડોવણી બહાર આવી છે.
નોંધ : ઉપરોક્ત બંને આરોપીઓને એસીબી એ ડીટે ઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ટ્રેપીંગ અધિકારી : શ્રી એસ.જે.જાડેજા, પોલીસ ઇન્સ્પેકટર, એસીબી ફિલ્ડ-૩, ઈન્ટે.વીંગ, અમદાવાદ
મદદમાં- શ્રી એમ.વી.પટેલ, પોલીસ ઇન્સ્પેકટર, એસીબી ફિલ્ડ-૩, અમદાવાદ
શ્રી એ.પી.ચૌધરી, પોલીસ ઇન્સ્પેકટર, એસીબી ફિલ્ડ-૩, અમદાવાદ
સુપર વિઝન અધિકારી : શ્રી એન.ડી.ચૌહાણ,મદદનિશ નિયામક, એસીબી ફિલ્ડ-૩, ઈન્ટે.વીંગ,અમદાવાદ. 
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
ક્રાઇમ રિપોર્ટર  જગદીશ સોલંકી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *