એશિયાડમાં ભારતના ૧૩ ગોલ્ડ મહિલા ટીમની સિદ્ધિ

Views 70

એશિયન એથ્લેટિક્સમાં ભારતની ‘ગોલ્ડન-રન’ને આગળ ધપાવતા જીન્સન જોહન્સને ૧,૫૦૦ મીટરની દોડમાં સુવર્ણ સફળતા મેળવી હતી. જ્યારે ગુજરાતી એથ્લિટ સરિતા ગાયકવાડના શાનદાર દેખાવને સહારે ભારતની મહિલા ટીમે ૪ બાય ૪૦૦ મીટરની રિલે રેસમાં ગોલ્ડન સફળતાની સાથે એશિયન ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કર્યો હતો. ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય ટીમમાં સરિતા ગાયકવાડની સાથે હિમા દાસ, એમઆર પૂવામ્મા અને વિસ્મયા કોરોથ સામેલ હતા. આ પછી ભારતીય પુરુષ ટીમે ૪ બાય ૪૦૦ મીટરની રિલેમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. સિલ્વર સફળતા મેળવનારી ટીમમાં એમ. કુન્હુ, ધારુન અય્યાસમાય, મુહમ્મદ અનસ અને રાજીવ અરોકિયા સામે હતા. એશિયન એથ્લેટિક્સમાં ભારતે આ ઉપરાંત બે બ્રોન્ઝ મેડલ પણ જીત્યા હતા.
ગુજરાતના ડાંગ જિલ્લાની સરિતા ગાયકવાડના સુપર્બ પર્ફોમન્સ તેમજ હિમા દાસ, પૂવામ્મા અને વિસ્મયા કોરોથે ૪ બાય ૪૦૦ મીટરની રિલેમાં શાનદાર દેખાવ કરતાં ભારતને ગોલ્ડન સફળતા અપાવી હતી. આ સાથે ભારતને આ ઈવેન્ટમાં સળંગ પાંચમા એશિયાડમાં ગોલ્ડ મેડલ મળ્યો હતો. ભારતીય મહિલા ટીમે ત્રણ મિનિટ અને ૨૮.૭૨ સેકન્ડમાં રેસ પુરી કરતાં પ્રભુત્વસભર વિજય મેળવ્યો હતો. ભારત કરતાં ૧.૮૯ સેકન્ડ પાછળ રહેલી બહેરિનની ટીમને સિલ્વર મેડલ મળ્યો હતો. જ્યારે વિયેતનામે ૩ મિનિટ અને ૩૩.૨૩ સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. વર્ષ ૨૦૦૨થી લઈને અત્યાર સુધીની પાંચ એશિયન ગેમ્સમાં ૪ બાય ૪૦૦ મીટરની મહિલાઓની રિલેનો ગોલ્ડ ભારતના નામે રહ્યો છે. સરિતા, હિમા, પૂવામ્મા અન વિસ્મયાએ આ ઈવેન્ટમાં ભારતના દબદબાને આગળ ધપાવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *