બે ઈસમોએ મણિનગરની એક હોટલમાં રાત્રી રોકાણ કરી હોટલના કાઉન્ટરમાંથી રોકડ રકમની ચોરી કરવાના ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ 

Views 52

બે ઈસમોએ મણિનગરની એક હોટલમાં રાત્રી રોકાણ કરી હોટલના કાઉન્ટરમાંથી રોકડ રકમની ચોરી કરવાના ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ 
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી પ્રેમ વીર સિંગ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય આર . મંડલીક સાહેબ નાઓએ અમદાવાદ શહેર વિસ્તારમાં ચોરીના બનતા ગુન્હાઓના ભેદ ઉકેલવા સારૂ સુચના તથા માર્ગદર્શન આપેલ . જે સુચના તથા માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી.બી.ટંડેલ નાઓના સ્કર્વાડના પો.સ.ઇ. શ્રી વાય.જી.ગુર્જર તથા પો.સ.ઈ. શ્રી પી.બી.ચૌધરી તથા પો.સ.ઈ.શ્રી એન.વી.દેસાઈ નાઓ સ્કર્વાડના માણસો સાથે મિલકત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા . દરમ્યાન ગઈ તા .૧૭ / ૦૧ / ૨૦૨૨ ના રોજ સ્ટાફના હે.કો. કૌશિક ગોવિંદભાઈ તથા પો.કો. રમેશકુમાર હિરદેરામ નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે રામોલ લાલગેબી સર્કલ પાસેથી બે ઈસમો ( ૧ ) યશ મન / ઓ લીંબારામ રૂપાજી મીણા ઉ.વ .૨૮ રહે : ૯ / એ ક્રિશ્ના પાર્ક સોસાયટી , બારેજડી રેલ્વે સ્ટેશનની સામે , તા . દસ્ક્રોઇ જી . અમદાવાદ ( ૨ ) નવલકુમાર @ મોન્ટુ ભરતકુમાર મગનભાઇ ચૌહાણ ઉવ .૨૯ રહે . બી / ૧૦૩ પંચરત્ન હોમ્સ , આયોજનનગરની બાજુમાં વિંઝોલ , તા . દસ્ક્રોઇ જી . અમદાવાદ નાઓને પકડી પાડી તેઓની પાસેથી રોકડ રૂપિયા .૧૫,૭૦૦ / -ની મત્તાનો મુદ્દામાલ મળી આવેલ . જે મુદ્દામાલ આરોપીઓએ તા . ૧૫/૦૧/૨૦૨૨ ના રોજ મણીનગર ક્રોસીંગ પાસે આવેલ આંગન હોટલમાં રોકાયેલા અને તા .૧૬ / ૦૧ / ૨૦૨૨ ના સવારના સાડા સાતેક વાગે પોતે હોટલ ચેક આઉટ કરવા માટે રૂમમાંથી નીકળતા રીસેપ્શન કાઉન્ટર પર કોઇ હાજર ન હતુ , જેથી પોતે રીસેપ્શન કાઉન્ટરના ખાનામાંથી રોકડા રૂપિયા પડેલ હોય તે ચોરી કરી લઇ લીધેલા . જેથી આ મુદ્દામાલ બાબતે મણિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય , મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે લઇ સદરી આરોપીઓને તા .૧૭ / ૦૧ / ૨૦૨૨ ના કલાક ૧૬/૦૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧ ( ૧ ) આઈ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ . શોધાયેલ ગુન્હો : મણીનગર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૨૨૨૦૧૦૦/૨૦૨૨ ધી ઇપીકો કલમ ૩૮૦.૧૧૪ મુજબ  
HBN TV NEWS 
આવાજ હિન્દુસ્તાન કી 
હર હંમેશ સત્ય ની સાથે 
ક્રાઈમ  રિપોર્ટર જગદીશ સોલંકી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *