સરદારનગર પો . સ્ટેમાં દાખલ થયેલ ઘાડ વીથ મર્ડર જેવા અતિ ગંભીર ગુન્હામાં નાસતા ફરતા બે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ

Views 52

સરદારનગર પો . સ્ટેમાં દાખલ થયેલ ઘાડ વીથ મર્ડર જેવા અતિ ગંભીર ગુન્હામાં નાસતા ફરતા બે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ
 સરદારનગર પોલીસ સ્ટેશન પાર્ટ “ એ ” ગુ.ર.નં .૧૧૧૯૧૦૪૦૨૨૦૧૩૦ / ૨૦૨૨ ઇ.પી. કો . કલમ ૧૪૩ , ૧૪૪ , ૧૪૭ , ૧૪૮ , ૧૪૯ , ૨૯૪ ( ખ ) , ૩૦૨ , ૩૯૫ , ૪૨૭ તથા જી.પી. એ . કલમ ૧૩૫ ( ૧ ) મુજબનો ગુન્હો ગઇ તા .૧૪ / ૦૧ / ૨૦૨૨ ના સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે નહેરુનગરના છાપરા , સરદારનગર , અમદાવાદ ખાતે બનવા પામેલ હતો . જે ગુન્હાના આરોપીઓએ મરણ જનાર અર્જુનભાઇ ધીરાજી સોલંકીની હત્યા કરી આરોપીઓ નાસી ગયેલ હોવાની ફરીયાદ દાખલ થયેલ છે . ઉપરોકત ગુન્હાના કામે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર શ્રી પ્રેમ વીર સિંગ સાહેબ , તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ચૈતન્ય આર . મંડલીક સાહેબ નાઓએ તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી ડી . પી . ચુડાસમા સાહેબ નાઓએ આ ગંભીર પ્રકારનો ગુન્હો હોય , તેમજ આ ગુન્હાના આરોપીઓ નાસતા ફરતા રહેલ હોય , જેથી તેઓને તાત્કાલિક અસરથી શોધી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ . જે આધારે એન્ટી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સ્કોર્ડના પો.ઇન્સ.શ્રી એચ.એમ.વ્યાસ નાઓના માર્ગદર્શન હેઠળ ટીમના પો.સબ.ઇન્સ.શ્રી જે.આર.બલાત તથા ટીમના માણસો ઉપરોકત ગુન્હાના નાસતા ફરતા આરોપીઓ ઝડપી પાડવા સારુ પેટ્રોલીંગમાં હતા . ” દરમ્યાન ટીમના એ.એસ.આઇ. જગદીશભાઇ અળવેશ્વરભાઇ તથા પો.કો. નરેશભાઇ લક્ષ્મણભાઇ નાઓને બાતમી હકિકત મળેલ કે , “ સરદારનગર પોલીસ સ્ટેશન પાર્ટ “ એ ” ગુ.ર.નં. ૧૧૧૯૧૦૪૦૨૨૦૧૩૦/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૧૪૩ , ૧૪૪ , ૧૪૭ , વિગેરે મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી ( ૧ ) વિષ્ણુભાઇ રાજાભાઇ વાઘેલા તથા ( ૨ ) કમલેશ શીવાભાઇ વાઘેલા જેઓ બન્ને જણા હાલમાં અમદાવાદ શહેર સરદારનગર , ઇન્ડિકેપ ત્રણ રસ્તા પાસે જાહેરમાં ઉભેલ છે . જેઓ થોડા જ સમયમાં શહેર છોડી નાસી જવાની ફિરાકમાં છે . ” જે બાતમી આધારે બાતમીવાળી જગ્યા અમદાવાદ શહેર સરદારનગર , ઇન્ડિકેપ ત્રણ રસ્તા પાસેથી આરોપીઓ , ( ૧ ) વિષ્ણુભાઇ રાજાભાઇ વાઘેલા ઉ.વ .૪૭ રહે , મકાન નં .૩૯૩ , નહેરુનગર , એફ વોર્ડ , કુબેરનગર , સરદારનગર , અમદાવાદ . ( ૨ ) કમલેશ શીવાભાઇ વાઘેલા ઉ.વ .૧૯ રહે , સદર નાઓને ઝડપી પાડવામાં આવેલ છે .   
સરદારનગર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૪૦૨૨૦૧૩૦ / ૨૦૨૨ ઇ . પી . કો . કલમ ૧૪૩ , ૧૪૪ , ૧૪૭ , ૧૪૮ , ૧૪૯ , ૨૯૪ ( ખ ) , ૩૦૨ , ૩૯૫ , ૪૨૭ તથા જી.પી.એ.કલમ ૧૩૫ ( ૧ ) મુજબના કામે ગઇ તા .૧૪ / ૦૧ / ૨૦૨૨ ના સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે નહેરુનગર ના છાપરા પાસે ફરીયાદીશ્રી મુકેશ અર્જુનભાઇ સોલંકી તથા તેના પિતા મરણ જનાર અર્જુનભાઇ ધીરાજી સોલંકી નાઓના ભાઇની કરિયાણાની દુકાન આવેલ હોય , જયાં આ કામના આરોપીઓ આવી ફરીયાદીશ્રી તથા તેના પિતાને જણાવેલ કે , તમો અહીંયા ચા ની દુકાન કેમ ચલાવો છો , તેમ જણાવી બોલાચાલી કરી આ કામના આરોપીઓ તથા તેના સબંધીઓએ ફરીયાદીશ્રી તથા તેના પિતાને શરીરે મુઢ માર મારી તેમજ ફરીયાદીશ્રીના પિતા અર્જુનભાઇ ધીરાજી સોલંકી નાઓને શરીરે જુદાજુદા ભાગે ગંભીર પ્રકારની જીવલેણ ઇજાઓ પહોચાડી મોત નિપજાવી આરોપીઓ નાસી જઇ ગુનો કર્યા બાબતે ફરીયાદીશ્રીએ ફરીયાદ આપતા ઉપરોક્ત નંબરથી સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે . જે ગુન્હાના કામમાં આરોપીઓ શીવાભાઇ રાજાભાઇ વાઘેલા તથા દિલીપ લક્ષ્મણભાઇ વાઘેલાનાઓ પકડાઇ ગયેલ છે . તેમજ આ ગુન્હામાં નાસતા ફરતા ઉપરોકત નામવાળા આરોપીઓને પક્ડી વધુ તપાસ અર્થે સરદારનગર પો . સ્ટે . સોપવા તજવીજ કરવામાં આવેલ છે . આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ મજકુર આરોપી , વિષ્ણુભાઇ રાજાભાઇ વાઘેલા અગાઉ સરદારનગર પો.સ્ટે.માં સને ૨૦૦૯ માં મર્ડરના ગુન્હામાં પકડાયેલ છે .   
HBN TV NEWS 
આવાજ હિન્દુસ્તાન કી 
હર હંમેશ સત્ય ની સાથે 
ક્રાઈમ  રિપોર્ટર જગદીશ સોલંકી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *