ભારતીય મહિલા હોકી ટીમે સેમિ ફાઈનલમાં ચીન સામે ૧-૦થી વિજય મેળવતા એશિયન ગેમ્સમાં ૨૦ વર્ષ બાદ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
ભારત છેલ્લે ૧૯૯૮ના એશિયાડની ફાઈનલમાં પ્રવેશ્યું હતુ. હવે તારીખ ૩૧મી ઓગસ્ટ ને શુક્રવારે રમાનારી ફાઈનલમા ભારતનો મુકાબલો જાપાન સામે થશે. જાપાને બીજી સેમિ ફાઈનલમાં ૨-૦થી સાઉથ કોરિયાને હરાવ્યું હતુ.
ભારતને હવે ૧૯૮૨ બાદ પહેલી વખત એશિયન ગેમ્સમાં મહિલા હોકીનો ગોલ્ડ મેડલ જીતવાની આશા છે. ભારતે ૧૯૮૨ના એશિયાડમાં પહેલી વખત મહિલા હોકી દાખલ કરવામાં આવી ત્યારે ફાઈનલમાં સાઉથ કોરિયાને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. જોકે ૧૯૯૮ના એશિયાડની ફાઈનલમાં ભારતને હરાવીને સાઉથ કોરિયાએ ગોલ્ડન સફળતા હાંસલ કરી હતી. ભારત એશિયન ગેમ્સ હોકીમાં આ માત્ર ત્રીજી જ વખત ફાઈનલમાં પ્રવેશ્યું હતુ.
આવતીકાલે ભારતીય મેન્સ હોકી ટીમ સેમિ ફાઈનલમાં મલેશિયા સામે ટકરાશે.
ચીનને હરાવીને ભારતીય મહિલા હોકી ટીમ ૨૦ વર્ષ બાદ ફાઈનલમાં પ્રવેશી.
Views 72