ટ્રમ્પે મેક્કેનની શ્રદ્ધાંજલિનું નિવેદનઅટકાવ્યું,15 શબ્દોની ટ્વીટ કરી ગોલ્ફ રમવા ગયા

Views 62

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને દિવંગત અમેરિકન સાંસદ જ્હોન મેક્કેન વચ્ચે રાજકીય વિરોધ અંગે સહુ કોઇ જાણે છે. જો કે, ટ્રમ્પે રવિવારે મેક્કેનના નિધનને કોઇ ખાસ મહત્વ ના આપ્યું અને માત્ર 15 શબ્દોના ટ્વીટથી તેઓને શ્રદ્ધાંજલિ આપી. ત્યાં સુધી કે વ્હાઇટ હાઉસે પણ રવિવારે મેક્કેનના નિધન પર કોઇ સત્તાવાર નિવેદન જાહેર નહતું કર્યુ. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેક્કેનના નિધનની જાણકારી મળ્યા બાદ વ્હાઇટ હાઉસના અધિકારીઓએ મેક્કેનના માનમાં એક સ્ટેટમેન્ટ તૈયાર કર્યુ હતું. પરંતુ ટ્રમ્પે છેલ્લી ઘડીએ તેને જાહેર કરવાનો ઇન્કાર કરી દીધો.
શ્રદ્ધાંજલિમાં ટ્રમ્પને આમંત્રણ નહીં
– 2008 ચૂંટણીમાં પ્રેસિડન્ટ પદ માટે ઉભા રહેનાર મેક્કેને પહેલેથી જ પોતાની શોક સભાની યોજના બનાવી લીધી હતી. જેમાં તેઓએ ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જ્યોર્જ બુશ અને બરાક ઓબામાને બોલાવ્યા હતા.
– જ્યોર્જ બુશે 2000માં પ્રેસિડન્ટ પદના ઉમેદવારનું પદ છીનવ્યું જ્યારે ઓબામાએ 2008માં મેક્કેનને ચૂંટણીમાં હરાવ્યા હતા.
ટ્રમ્પના વિવેચક હતા મેક્કેન
– એક જ પાર્ટી (રિપબ્લિકન)ના સભ્ય હોવા છતાં ટ્રમ્પ અને મેક્કેન એકબીજાંના ટીકાકાર હતા. બંનેની વચ્ચે અનેક બાબતો પર અસહમતિ હતી.
– મેક્કેને અનેક પ્રસંગે ટ્રમ્પને તેમની વિદેશ નીતિ માટે ફટકાર લગાવી હતી. સાથે જ લોકપ્રિય ઓબામાકૅરને બદલવા માટે રાખવામાં આવેલી વોટિંગમાં પણ મેક્કેને ટ્રમ્પને સાથ આપ્યો નહતો.
– એક પ્રસંગે તો મેક્કેને પોતાની પાર્ટીને સંસદમાં જ અંગૂઠો નીચે કરીને હારનો ઇશારો કર્યો હતો. ટ્રમ્પ પણ 2015માં મેક્કેનને વૉર હિરો માનવાથી ઇન્કાર કરી ચૂક્યા હતા.
– એક સભા દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, લોકોને લાગે છે કે, મેક્કેન વૉર હિરો છે, કારણ કે તેઓએ અનેક દુશ્મનોને પકડ્યા હતા અને 6 વર્ષ સુધી ટોર્ચર કર્યા હતા. પરંતુ મારાં માટે હિરો એ છે જે ક્યારેય પકડાઇ ના શકે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *