શાપર-વેરાવળમાં દારૂના વેંચાણ બાબતે વિવાદ: મસીયાલભાઈએ સાગરીતોને મળી બુટલેગરની હત્યા કરી

Views 143

રાજકોટઃ દેશી દારૂના ધંધાની હરીફાઈમાં રમાઈ હત્યાની રમતઃ છરી, પાઇપ વડે હુમલો, ધમકી

પુરાવાનો નાશ કરવા પારડી નજીકથી લાશ મળીઃ પાંચ આરોપીની ધરપકડ, એક ફરાર

શાપર-વેરાવળમાં દેશી દારૂની ધંધાકીય હરીફાઈમાં માસિયાઈ ભાઈએ અન્ય પાંચ સાગરીતો સાથે મળી યુવકને છરી-ધોકા સહિતના તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દઈ પુરાવાનો નાશ કરવા લાશ પારડી પાસે ફેંકી દીધી હતી. પોલીસે પાંચ આરોપીઓને ઝડપી લઇ એકની શોધખોળ હાથ ધરી છે.
શાપર દર્શન પાર્કમાં રહેતા રવિભાઈ શૈલેશભાઈ બગડાએ શાપર વેરાવળ પોલીસ મથકમાં રાજકોટના જીગો ભટ્ટી, વેરાવળના બ્રિજેશ ઉફ્ર્ લાલો, ધવલ ઉફ્ર્ કોહીનુર, દીપ રાવલ, શાપરનો ભરત પુંજાભાઈ મકવાણા અને રીબડાના જગાભાઇ મકવાણા સામે હત્યા, રાયોટીંગ, ધમકી, કાવતરું, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે, પોતે બે ભાઈમાં મોટો છે. નાનો ભાઈ હરેશ ઉર્ર્ફે શૈલેશ જેની ઉમર 20 વર્ષ છે. તે શુક્રવારે સાંજે તેના મિત્ર ધવલે ફેન કરી હરેશનું બાઈક આપવાનું કહેતા હરેશ અંગે પૂછતાં તેની કોઈ ખબર નહીં હોવાનું જણાવ્યું હતું. જ્યારબાદ તપાસ કરતા વિશાલ દાફ્ડા સાથે તે ગયો હોવાનું જાણવા મળતા તેને પૂછતાં તેણે એવું કહ્યું હતું કે, સાંજે છ વાગ્યે હું અને હરેશ મસ્કત પોલીમર્સ પાસે ગયા ત્યારે જગો મકવાણા ચાર અજાણ્યા માણસો સાથે ઉભો હતો.  ‘આ જગા મકવાણાની જગ્યા છે અહીં કેમ આવ્યા છો’ કહી તેઓ મારવા દોડતા હું ભાગી ગયો હતો જેથી ત્યાં તપાસ કરતા કોઈ મળી આવ્યું ન હતું.
મોડી રાત્રે પારડી ગામ પાસે એક ડેડબોડી મળી છે તેવી જાણ થતા ત્યાં જઈને જોતા તે મારા નાનાભાઈ હરેશની લાશ હોવાનું અને તેના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારથી માર માર્યો હોવાની જાણ થઇ હતી. ભરત મકવાણા માસિયાઈ ભાઈ થતો હોય મૃતક અને ભરત વચ્ચે દારૂ વેચવા બાબતે માથાકૂટ ચાલતી હોવાથી હરેશને સમાધાન માટે બોલાવી છરી, ધોકા, પાઈપ સહિતના હથિયારોના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધાનું અને પુરાવાનો નાશ કરવા લાશ રિક્ષામાં નાખી પારડી પાસે ફેંકી ગયાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે રાતોરાત પાંચ આરોપીને ઝડપી લઇ જીગાની શોધખોળ હાથ ધરી છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *