સરકારી પરીક્ષાની તૈયારી કરતા યુવકને તેના પિતાની બંદૂકથી છાતીમાં ગોળી ધરબી દીધી

Views 139

રાજકોટઃ પિતા નિવૃત્ત SRP જવાનઃ ઘોંઘાટ અટકાવવા ટીવીનું પ્રમાણ વધાર્યુ

ગાયત્રીનગરમાં રહેતા અને સરકારી પરીક્ષાની તૈયારી કરતા નિવૃત SRP જવાનના પુત્રએ રાત્રે ગોળી ધરબી આપઘાત કરી લીધો છે. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
શહેરના ગાયત્રીનગરમાં રહેતા યુવરાજસિંહ ઘનશ્યામસિંહ ચુડાસમા (ઉ.21) નામના યુવાને ગત રાત્રે એકાદ વાગ્યે ઘરમાં પિતાની શોર્ટ ગનથી છાતીમાં ગોળી ધરબી આપઘાત કરી લીધો હોવાની જાણ થતા તુરંત પોલીસ સ્થળે દોડી ગઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના પિતા ઘનશયામસિંહ અગાઉ SRPમાં નોકરી કરતા હતા. હાલ નિવૃત હોય સિક્યુરિટીમાં ગનમેન તરીકે નોકરી કરે છે. ગત રાત્રે પરિવાર સાથે ભોજન લીધા બાદ માતા-પિતા અને મોટી બહેન ત્રણેય ઉંઘવા ઉપરના રૂમે ગયા હતા અને યુવરાજસિહે  ટીવી જોઇને આવીશ તેમ કહ્યું હતું. મોડે સુધી ન આવતા એકાદ વાગ્યે જોવા જતા પલંગ ઉપર લોહીલુહાણ લાશ જોઇ પિતા ભાંગી પડયા હતા.
પિતાની શોર્ટ ગનમાંથી ફયરિંગ કરી પગલું ભર્યા પહેલા કોઈને ગોળીનો અવાજ ન આવે તે માટે ટીવીનો વોલ્યુમ ફ્ુલ કરી દીધો હતો. મૃતક યુવરાજસિહ અગાઉ ટ્રાફ્કિ વોર્ડન તરીકે સેવા આપી ચૂક્યો છે. હાલ સરકારી પરીક્ષાની તૈયારી કરતો હોવાનું અને અગાઉ આર્મીની પરીક્ષા આપી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. આપઘાતનું કારણ હજુ અકબંધ.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *