કબડ્ડીમાં ભારતીય મહિલા ટીમને સિલ્વર

Views 69

 
એશિયન ગેમ્સની કબડ્ડીની ઈવેન્ટમાં આ વખતે ભારતીય ટીમના પ્રભુત્વનો સંપૂર્ણ અંત આવી ગયો છે. ઈ.સ. ૧૯૯૦ના એશિયાડમા કબડ્ડીને દાખલ કરવામાં આવી ત્યારથી લઈને અત્યાર સુધીના ઈતિહાસમાં આ પહેલી વખત છે કે, જ્યારે ભારતને કબડ્ડીમાં એક પણ ગોલ્ડ મળ્યો નથી. આજે રમાયેલી મહિલા કબડ્ડીની ફાઈનલમાં ભારતને ૨૪-૨૭થી ઈરાને હરાવ્યું હતુ. આ સાથે ભારતીય ટીમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો.
મેન્સ ટીમની હાર, અમ્પાયરનો ખોટો નિર્ણય જવાબદાર : કોચ
એશિયન ગેમ્સ વિમેન્સ કબડ્ડીની ફાઈનલમાં મળેલી હાર બાદ ભારતીય ટીમના કોચ એલ. શ્રીનિવાસ રેડ્ડીએ કહ્યું કે, ગઈકાલે મેન્સ ટીમની હાર મારા માટે જ નહિ, ખેલાડીઓ માટે પણ આઘાતજનક રહી. અમારા મનમાં તેની અસર પડી હતી, જેનો પ્રભાવ પણ જોવા મળ્યો. હવે અમારા પર ગોલ્ડ મેડલ જીતવાનું દબાણ વધી ગયું હતુ અને તે જ કદાચ હારનું કારણ બન્યું. ટેકનિકલ ભૂલો અને ડિફેન્સિવ છબરડા હારનું કારણ બન્યા. તેની સાથે સાથે અમ્પાયરે પણ ખોટો નિર્ણય આપ્યો હતો. ટૂંકમાં આજનો દિવસ અમારો નહતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *