અશ્વિન-જાડેજાની મહેનત ઉપર રવીન્દ્ર-રચિને પાણી ફેરવ્યું, રસાકસી બાદ પ્રથમ ટેસ્ટ ડ્રો

Views 126

પ્રથમ ટેસ્ટ : ભારત-ન્યૂઝીલેન્ડની પ્રથમ ટેસ્ટ ડ્રો, 284ના ટાર્ગેટ સામે ન્યૂઝીલેન્ડ 9/165, ઐયર મેન ઓફ ધ મેચ

ડેબ્યૂ ટેસ્ટમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ મેળવનાર ઐયર સાતમો ભારતીય બન્યો

છેલ્લા સાત વર્ષમાં પ્રથમ વખત બોલિંગ કરતી ટીમ વિજયથી એક વિકેટ દૂર રહી છે

 
ઓફ સ્પિનર અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં હરભજનની 417 વિકેટોના રેકોર્ડને તોડયો
ગ્રીન પાર્કમાં છેલ્લી ત્રણ મેચમાં વિજય મેળવ્યા બાદ ભારતની પ્રથમ મેચ ડ્રો થઇ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઓવરઓલ 27મી ટેસ્ટ મેચ ડ્રો રહી છે
ન્યૂઝીલેન્ડ સામે હાઇએસ્ટ વિકેટના મામલે અશ્વિને બેદીનો (57 વિકેટ) રેકોર્ડ તોડયો
સ્પિનર આર. અશ્વિન (3/35) અને રવીન્દ્ર જાડેજાએ (4/40) નાખેલા ઘાતક સ્પેલના કારણે ભારત એક સમયે લગભગ વિજયની નજીક પહોંચી ગયું હતું પરંતુ ભારતીય મૂળના રચિન રવીન્દ્રએ 91બોલમાં અણનમ 18 રનની ઇનિંગ રમીને ન્યૂઝીલેન્ડ માટે પ્રથમ ટેસ્ટને ડ્રો કરી દીધી હતી. તેણે એજાઝ (અણનમ બે રન) સાથે ભારતીય બોલર્સનો 8.4 ઓવર સુધી અડિખમ સામનો કરીને ભારતના હાથવેંત વિજયને છીનવી લીધો હતો. વર્લ્ડ ચેમ્પિયન ન્યૂઝીલેન્ડને મેચ જીતવા માટે 284 રનનો ટાર્ગેટ મળ્યો હતો જેની સામે મેચ ડ્રો જાહેર કરવામાં આવી ત્યારે કિવિ ટીમ નવ વિકેટે 165 રન નોંધાવી શક્યું હતું. ડેબ્યૂ ટેસ્ટમાં સદી નોંધાવનાર શ્રૌયસ ઐયરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો અને ડેબ્યૂ ટેસ્ટમાં મેન ઓફ ધ મેચ બનનાર તે સાતમો ભારતીય ખેલાડી બની ગયો છે.
2010 બાદ ભારતની ધરતી ઉપર એક જ ટેસ્ટના બંને દાવમાં 50 પ્લસનો સ્કોર નોંધાવનાર કિવિ બેટ્સમેન ટોમ લાથામ બીજો બેટ્સમેન બની ગયો છે. આ પહેલાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વોટસને મોહાલી ટેસ્ટમાં 126 અને 56 રનની ઇનિંગ રમી હતી.
અશ્વિને હરભજનનો રેકોર્ડ તોડયો
સિનિયર બેટ્સમેન રોઝ ટેલરને ટી-ટાઇમ પહેલાં જાડેજાએ પેવેલિયન પરત મોકલ્યો હતો. લાથામને આઉટ કરીને અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની વિકેટોનો આંક 418 સુધી પહોંચાડીને ભારતીય સ્પિનર હરભજનનો (103 ટેસ્ટમાં 417 વિકેટ) રેકોર્ડ તોડયો હતો અને આ સાથે તે ભારત તરફથી ટેસ્ટમાં હાઇએસ્ટ વિકેટ ઝડપનાર બોલર્સની યાદીમાં ત્રીજા ક્રમે પહોંચી ગયો હતો. ભારત માટે ઉમેશ યાદવ અને અક્ષર પટેલ એક-એક વિકેટ ઝડપી શક્યા હતા.
નાઇટવોચમેન પણ ભારતને ભારે પડયો
પાંચમા દિવસે ભારતીય બોલર્સ લંચ સુધીમાં કિવિ ટીમને દબાણ હેઠળ લાવવામાં નિષ્ફળ રહ્યા હતા. ન્યૂઝીલેન્ડ માટે ટોમ લાથામે 146 બોલમાં સર્વાધિક 52 રન બનાવ્યા હતા. ભારતીય સ્પિનર્સ નાઇટવોચમેન સોમરવિલેને પણ આઉટ કરી શક્યા હતા. જેણે 110 બોલમાં 36 રન બનાવ્યા હતા જે કિવિ ટીમ તરફથી બીજો હાઇએસ્ટ સ્કોર રહ્યો હતો. સુકાની કેન વિલિયમ્સને 24 રન બનાવ્યા હતા. પેસ બોલર ઇશાન્તનું ફોર્મ નિરાશાજનક રીતે જારી રહ્યું હતું.
સ્પોર્િંટગ પિચ માટે દ્રવિડે ગ્રાઉન્ડમેન
અને સ્ટાફને 35 હજારનું ઇનામ આપ્યુંા કાનપુર ા
રાહુલ દ્રવિડ પોતાના શાંત સ્વભાવ માટે જાણીતો છે પરંતુ ન્યૂઝીલેન્ડ સામે પૂરી થયેલી પ્રથમ ટેસ્ટ ડ્રો રહ્યા બાદ તેણે જે કાર્ય કર્યું હતું તેની ચોમેરથી ભરપૂર પ્રશંસા થઇ રહી છે. પ્રથમ ટેસ્ટ માટે સ્પોર્િંટગ પિચ તૈયાર કરનાર ગ્રીન પાર્ક સ્ટેડિયમના મુખ્ય ગ્રાઉન્ડમેન તથા તેના સહાયક સ્ટાફને દ્રવિડે 35 હજાર રૂપિયાનો રોકડ પુરસ્કાર આપીને તેમનું સન્માન કર્યું હતું. પ્રથમ ટેસ્ટ પાંચ દિવસ સુધી રમાઇ હતી જેમાં ભારતી બોલર્સે 19 તથા ન્યૂઝીલેન્ડના બોલર્સે 17 વિકેટ ઝડપી હતી. સ્પોર્િંટગ પિચના કારણે પૂરી મેચમાં બેટ્સમેન તથા બોલર્સ બંનેની બોલબાલા રહી હતી.
છેલ્લા દિવસે ભારતને વિજય માટે નવ વિકેટની જરૂર હતી પરંતુ ભારતની સ્પિન ત્રિપુટી અશ્વિન, જાડેજા અને અક્ષર સંયુક્ત રીતે આઠ જ વિકેટ ઝડપી શક્યા હતા.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *