કેટ- વિક્કીના લગ્નને લાગ્યું Omicronનું ગ્રહણ
ગેસ્ટ લિસ્ટની સંખ્યામાં થઈ શકે છે ઘટાડોઃ સૂત્ર
વિદેશથી નહીં આવી શકે કેટરિનાના મહેમાનો
એક તરફ બોલિવૂડમાં લગ્ન સીઝન ચાલી રહી છે ત્યારે દુનિયામાં અન્ય તરફ ઓમિક્રોનનો કહેર પણ શરૂ થયો છે. એવામાં કપલ્સ આ વાયરસથી દૂર રહેવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર કેટ- વિક્કીના લગ્ન 9 ડિસેમ્બરે જોધપુરમાં યોજાઈ રહ્યા છે. લગ્નનું ગેસ્ટ લિસ્ટ પણ બની ચૂક્યું છે પરંતુ હવે ઓમિક્રોન વેરિઅન્ટના કારણે ગેસ્ટ લિસ્ટમાંથી કેટલાક નામ હટાવવાને લઈને પણ ફેરફાર થઈ શકે છે.
મુશ્કેલીઓથી બચવા માટે લગ્નના પ્લાનમાં કરાશે ફેરફારઃ સૂત્ર
મળતી માહિતિ અનુસાર કેટરિના અને વિક્કી કૌશલ લગ્નમાં મુશ્કેલીઓ ટાળી રહ્યા છે. બંને ખૂબ જ કાળજીથી તમામ બાબતો પ્લાન કરી રહ્યા છે. તેમના એક નજીકના સૂત્રથી માહિતિ મળી રહી છે કે વેડિંગ પ્લાનર્સે ગેસ્ટની સંખ્યા ઓછી કરવાનો પ્લાન કર્યો છે. કપલે વીકેન્ડના સમયે વેડિંગ પ્લાનર્સની સાથે એક વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. તેઓએ દુનિયામાં ઝડપથી ફેલાઈ રહેલા ઓમિક્રોનને લઈને ચિંતા જણાવી હતી.

કેટરિનાના ગેસ્ટ લિસ્ટમાં થઈ શકે છે ફેરફાર
મળતી માહિતી અનુસાર કેટ અને વિક્કી લગ્નમાં કોઈ રિસ્ક લેવા ઈચ્છતા નથી અને સાથે આ નવા વેરિઅન્ટને લઈને ગેસ્ટ લિસ્ટને શોર્ટ કરવું એ તેમને માટે એક મુશ્કેલી બની ગયું છે. કપલે પોતાના કો5 સ્ટાર્સ, ડાયેરક્ટર્સ, પ્રોડ્યુસર્સને આમંત્રિત કરવાનો નિર્ણય લીધો છે જેને તેઓ ફરીથી રિવાઈઝ કરી રહ્યા છે અને અનેક ચીજોને ફરીથી તપાસી રહ્યા છે. કેટરિનાના કેટલાક મહેમાન એવા છે જે વિદેશથી આવવાના છે તો તેને માટે નવી ટ્રાવેલ ગાઈડલાઈન્સ બાદ મહેમાનના લિસ્ટમાં ફેરફાર થઈ શકે છે.

પહેલા થશે કોર્ટ મેરેજ પછી લેવિશ વેડિંગ
મળતી માહિતિ અનુસાર કેટરિના અને વિક્કી મુંબઈમાં જ પહેલા કોર્ટ મેરેજ કરશે અને પછી જોધપુરમાં લેવિશ વેડિંગ યોજાશે. આ ખાસ દિવસ માટે સિક્સ સેન્સ ફોર્ટ બરવાડાને બુક કરાયો છે. 9 ડિસેમ્બરે લગ્ન પહેલા 7 અને 8 ડિસેમ્બરે પ્રી વેડિંગ ફંક્શન્સ પણ યોજાશે. આ સેલિબ્રિટી કપલ રાજસ્થાનના રણથંભોરમાં 7-9 ડિસેમ્બર વચ્ચે લગ્નના બંધનમાં બંધાશે. તેમના લગ્ન સ્થળ અને મહેમાનો વિશે સતત ખબરોનો પ્રવાહ ચાલુ છે. તેના વચ્ચે એક નવી ખબર સામે આવી છે કે કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન માટે રણથંભોરમાં 45 હોટલ બુક કરવામાં આવી છે.