T20 World Cupને માટે Kohliને લઈને ગૌતમ ગંભીરનું સૂચન, કહ્યું… 

Views 67

T20 World Cup માટે ગૌતમ ગંભીરનું સૂચન

વિરાટ કોહલીને હવે 4 નંબર પર જ રમાડવામાં આવે

બુધવારની મેચમાં ભારતને કિવી ટીમે 5 વિકેટથી હરાવ્યું

T20 World Cupમાં ભારતીય ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ટીમ સેમિફાઈનલમાં પણ જગ્યા બનાવી શકી નથી. ટીમ ઈન્ડિયાએ એ કડવી યાદોને ભૂલતાં ન્યૂઝીલેન્ડના વિરોધમાં ટી20 સીરીઝની શરૂઆત કરી. બુધવારે જયપુરમાં રમાયેલી મેચમાં કિવી ટીમે ભારતને 5 વિકેટથી હરાવી હતી. સૂર્યકુમાર યાદવે મહત્વનું યોગદાન આપીને 62 રન બનાવ્યા હતા.


ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાના કોમ્બિનેશનને લઈને આપ્યું મોટું નિવેદન
મેચની સમાપ્તિ બાદ પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાના કોમ્બિનેશનને લઈને મોટું નિવેદન આપ્યું છે. ગંભીરનું માનવું છે કે વિરાટ કોહલીને ટી20 ટીમમાં વાપસી બાદ પણ સૂર્યકુમારને ત્રીજા નંબરે બેટિંગ કરવી જોઈએ અને વિરાટ કોહલીએ ચોથા નંબરે બેટિંગ કરવી જોઈએ.
સૂર્યકુમાર પાસે છે અનેક વિકલ્પઃ ગંભીર
તેઓએ કહ્યું કે સૂર્યકુમારની પાસે અનેક વિકલ્પ છે. તેઓ એક સારા સ્પિનર પણ છે. તેમની પાસે દરેક શોટ છે. તે એક 360 ડિગ્રી પ્લેયર છે. આ કારણ છે કે તેઓને માટે બોલિંગ કરવાનું મુશ્કેલ રહે છે. જ્યારે વિરાટ કોહલી પરત આવશે ત્યારે પણ હું સૂર્યકુમારને 3 નંબર અને વિરાટ કોહલીને 4 નંબર પર બેટિંગ કરતા જોવા માંગુ છું.

વિરાટે નિભાવવાનો રહેશે એન્કર રોલ
ગંભીરે કહ્યું કે તેનાથી ભારતને મોમેન્ટ જાહેર કરવાનો વિકલ્પ મળે છે કેમકે રોહિત શર્મા અને કેએલ રાહુલ ખૂબ જ આક્રમક છે. નંબર 3 પર સૂર્યા તમારા માટે એક સારો વિકલ્પ હોઈ શકે છે કેમકે આ મોમેન્ચને ચાલુ રાખી શકાય છે. એવામાં વિરાટ કોહલીને 4 નંબરનો રોલ આપી શકાય છે. કદાચ તે સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયા માટે આ કરી રહ્યા છે. જો તમે કેટલાક શરૂઆતના વિકેટ ખોવી દો છો તો વિરાટ તે સમયે મેદાન સંભાળી શકે છે.
3 નંબર પર સૂર્યકુમારને રાખીને મેચ જીતી શકાય છેઃ ગંભીર
ગંભીરે કહ્યું કે એક વાર વિરાટ ટીમમાં આવી જાય છે ત્યારે પણ સૂર્યકુમારને નંબર 3 પર બેટિંગ કરતા જોવા ઈચ્છું છું કેમકે આ નંબર 3 પર બેટિંગ કરતા તમને તે અનેક મેચ જીતાડી શકે છે. જો તમે વિરાટને 3 નંબર પર રાખો છો તો મધ્યમાં કોઈ અનુભવી વ્યક્તિ જેમકે સૂર્યા, ઋષભ પંતને બેટિંગ કરવા માટે રાખવાનું યોગ્ય રહેશે. વિરાટે મધ્યક્રમની ભૂમિકા નીભાવીને ટીમને સાથે રાખવાનું કામ કરવાનું રહેશે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *