છુપાવશો નહીં, સાજા થઈ જાય છે વાઈના 70 ટકા દર્દીઓ

Views 114

આજે છે રાષ્ટ્રીય એપિલેપ્સી દિવસ

સમયસર સારવારથી થઈ શકે છે દર્દીઓ સાજા 

ગ્રામીણ વિસ્તારોમાં એપિલેપ્સી (વાઈ) અંગે હજુ પણ જાગૃતિનો અભાવ છે. પહેલા લોકો આ બીમારીને છુપાવે છે, ત્યારપછી તેઓ વળગાડના ચક્કરમાં ફસાઈ જાય છે. ત્યાં સુધીમાં આ બીમારી ખૂબ જ આગળ વધી જાય છે. પછી છેક છેલ્લી ઘડીએ તેઓ ડૉક્ટર પાસે પહોંચે છે. પરંતુ આ અંગે ડૉક્ટરોનું કહેવું છે કે જો સમયસર સારવાર મળે તો 70 ટકા દર્દીઓ સાજા થઈ જાય છે

વાઈને મેડિકલ ભાષામાં એપિલેપ્સી કહેવાય છે. દેશમાં દર વર્ષે 17 નવેમ્બરે રાષ્ટ્રીય એપિલેપ્સી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી દ્વારા પીડિતો અને તેમના સંબંધીઓને આ બીમારી અને તેની સારવાર અંગે જાગૃત કરવામાં આવે છે. અત્યારે પણ લોકો જ્યારે વાઈનો હુમલો આવે ત્યારે ચંપલ સુંઘાડે છે, જ્યારે કે તેમણે આવું ન કરવું જોઈએ.

વાઈ શું છે?
એપિલેપ્સી એક પ્રકારનો ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે, જેમાં દર્દીના મગજમાં અસામાન્ય તરંગો ઉત્પન્ન થવા લાગે છે. મગજમાં ગરબડ થવાને કારણે વ્યક્તિને વારંવાર હુમલા થવા લાગે છે. આ દરમિયાન, દર્દી તેનું માનસિક સંતુલન ગુમાવે છે, જેના કારણે તેનું શરીર અસ્થિર થવા લાગે છે. આ સિવાય વાઈના અન્ય ઘણા લક્ષણો છે.
વાઈના દર્દીઓએ આ સાવધાની રાખવી જોઈએ
પૂરતી ઊંઘ લો.
દારૂ અને ડ્રગ્સ ક્યારેય ન લો.
સાયકલ કે મોટરસાઈકલ ચલાવતી વખતે હેલ્મેટનો ઉપયોગ અવશ્ય કરો.
બ્રાઈટ લાઇટથી બચો.
ટીવી અને કોમ્પ્યુટરની સામે લાંબા સમય સુધી બેસી ન રહો. આનાથી હુમલા આવી શકે.
તણાવ ન લો. તે ખતરનાક સાબિત થઈ શકે છે.
વાઈના લક્ષણો
શરીરની જકડાઈ જવું
અચાનક પડી જવું.
બેહોશ થઈ જવું.
મોઢામાંથી ફીણ આવવું.
હોઠ અથવા જીભ કરડી લેવી.
આંખો સામે અંધારું છવાઈ જવું.
 

       HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *