કોફી કે ચાના છોડમાં મળતા કેફીનથી વજન ઘટાડી શકાય

Views 120

અમેરિકાની ઈલિનોઈ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટોએ શોધી કાઢયું છે કે કોફી કે ચાના છોડમાં મળતા કેફીનથી વજન ઘટાડી શકાય છે.

આ માટે સાયન્ટિસ્ટોએ પ્રયોગશાળાના ઉંદરોને વધારે ચરબી અને વધારે ખાંડ ધરાવતો ખોરાક આપ્યો હતો. ત્યાર બાદ તેમણે કેટલાક ઉંદરોને ચાના છોડમાંથી કાઢેલો કેફીનનો અર્ક આપ્યો હતો અને કેટલાક ઉંદરોને કેફીનનો અર્ક આપ્યો નહોતો. ત્યાર બાદ જોવામાં આવ્યું કે જે ઉંદરોને કેફીનનો અર્ક આપવામાં આવ્યો નહોતો તેમનું વજન અને ચરબીમાં વધારો થયો હતો, પણ જેમને કેફીનનો અર્ક આપવામાં આવ્યો હતો તેમનામાં 16 ટકા ઓછું વજન વધ્યું હતું અને શરીરમાં ચરબી વધવાના પ્રમાણમાં 22 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ પ્રયોગ પરથી સાયન્ટિસ્ટોએ કહ્યું હતું કે કેફીનનું વધારે પ્રમાણ શરીરમાં ખોટી ચરબી ઘટાડે છે અને શરીરનું વજન વધતું અટકાવી શકે છે.
ચાના છોડમાં રહેલું કેફીન શરીરમાં ચરબી ઘટાડવામાં ઉપયોગી સાબિત થાય છે. ચામાં રહેલું કેફીન શરીરમાં ચરબીનો સંગ્રહ થવા દેતું નથી. સાયન્ટિસ્ટોએ કહ્યું હતું કે બ્રાઝિલ, ચિલી, આર્જેન્ટિના, ઉરુગ્વે અને સાઉથ અમેરિકાના દેશોમાં લોકો મેટ ટી અથવા તો યેરબા મેટ નામના છોડના પાંદડામાંથી એક પીણું તૈયાર કરે છે અને એના કારણે તેમના શરીરમાં ચરબી જમા થવાનું અટકી જાય છે. એક વ્યક્તિ વર્ષમાં 3થી 10 કિલો જેટલા ચાના પાંદડાનો ઉપયોગ કરે છે. એક વાર પીણું લેવાથી શરીરમાં 65 મિલીગ્રામથી 130 મિલીગ્રામ જેટલું કેફીન જાય છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *