મોરબીના ઝીંઝુડા ડ્રગ્સ કાંડમાં 5 આરોપીઓની ધરપકડ, જાણો ઘટના

Views 98

600 કરોડનું હેરોઇન પંજાબ મોકલવાનો પ્લાન હતો

હેરોઇન મોકલનાર ઝાહિદના પિતા 600 કરોડના હેરોઇન સાથે ઇન્ડોનેશિયામાં ઝડપાયા  

ATS ની ટીમ નજીકના દિવસોમાં હેરોઇનના કેસમાં મોટા ખુલાસા કરશે

પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે સલાયા બંદરેથી 120 કિલો હેરોઇનનું કન્સાઇનમેન્ટ મંગાવીને મોરબીના ઝીઝુંડા ગામમાં રહેતા સમસુદ્દીન હુસેનમિયા સૈયદના નવા મકાનમાં છુપાવ્યું હતું. 600 કરોડનો જથ્થો ગુજરાત ATSની ટીમે ત્રણ આરોપી સાથે જપ્ત કરી લીધો હતો. આ કન્સાઇનમેન્ટ પંજાબ મોકલવાનું હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યુ છે. પોલીસે પંજાબના આરોપીને આઇડેન્ટીફાઇ કર્યા છે. જેમાંથી પાંચ આરોપીને દબોચી લીધા હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાનથી 600 કરોડનું ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ મોકલનાર ઝાહીદ બલોચના પિતા બશીર બલોચની પણ ઇન્ડોનેશિયામાં બીજા 600 કરોડના હેરોઇન સાથે ઝડપાયો હોવાનું પોલીસસૂત્રો તરફથી જાણવા મળ્યું છે. જો કે ATS ની ટીમ નજીકના દિવસોમાં હેરોઇનના કેસમાં મોટા ખુલાસા કરશે તેમ પોલીસસૂત્રોએ જણાવ્યું છે.  
ગુજરાતના દરિયાકાંઠાના રૂટનો ડ્રગ્સની હેરાફેરી માટે ઉપયોગ થઇ રહ્યો છે
પોલીસસૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાંથી જેટલું હેરોઇન દરિયાઇ માર્ગે ઘૂસાડવામાં આવે છે તેટલો ગુજરાતમાં ઉપયોગ થતો નથી. પરંતુ પંજાબ અને રાજસ્થાનની સરહદો સીલ કરવામાં આવી હોવાથી ગુજરાતના દરિયાઇ માર્ગનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, 1600 કિ.મીના દરિયા કિનારો ધરાવતાં ગુજરાતના દરિયાકાંઠાના રૂટનો ડ્રગ્સની હેરાફેરી માટે ઉપયોગ થઇ રહ્યો છે. આ અંગે છ્જીના ડીઆઇજી હીમાંશુ શુકલાએ જણાવ્યું છે કે, 600 કરોડના હેરોઇન કેસમાં નજીકના દિવસોમાં મોટા ખુલાસા કરવામાં આવશે. આરોપીઓ હેરોઇન ઘૂસાડવા માટે વેગનાર કારની પાછળની લાઇટની પાછળ એક ગુપ્ત ખાનુ બનાવ્યું હતું. તે ખાનામાંથી હેરોઇન દરિયાઇમાર્ગે પંજાબ મોકલવાનું હતું. તેમજ પકડાયેલા ત્રણ આરોપી મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બાર હાજુ નુર મોહમ્મદ રાવ, સમસુદ્દીન હુસેનમિયા સૈયદ અને ગુલામ હુસેન ઉમર ભગાડની પૂછપરછ કરતાં ઘણા મોટા ખુલાસા થયા છેે. ત્રણેયના 12 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.  
પાંચ લાખ મળનાર હોવાનું પણ પોલીસ સમક્ષ કબૂલ્યુંઃ સૂત્રો
જેના ઘરે હેરોઇનનો જંગી જથ્થો થોડા દિવસ પહેલા જ ઉતારાયો હતો હતો તે ઝીંઝુડા ગામના સમસુદ્દીન હુસૈનમિયા સૈયદને આ ડ્રગ્સ સાચવવા બદલ રૂપિયા પાંચ લાખ મળનાર હોવાનું પણ પોલીસ સમક્ષ કબૂલ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. તાંત્રિક વિધિ કરી લોકોને છેતરીને આ શખ્સ ડ્રગ્સ માફિયા બની ગયો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

જબ્બારે સમસુદ્દીનની પત્નીને બહેન બનાવેલી  
આરોપી સમસુદીનની પત્ની જોડિયા ગામની હોય તેણીને જબ્બારે બહેન બનાવી હોવાથી જબ્બાર અને સમસુદીન 7 વર્ષ પહેલા પરિચયમાં આવ્યા હતા અને ડ્રગ્સના કારોબારમાં હાથ કાળા કર્યા હતા.જો કે અત્યાર સુધી રૂપિયા 600 કરોડની કિંમતનું 120 કિલોગ્રામ ડ્રગ્સ હોવાનું જાહેર કરાયું હતું. જેમાં પોલીસ દ્વારા સત્તાવાર ગણતરીના અંતે રૂ.593.25 કરોડની કિંમતનું 118 કિલોગ્રામ હેરોઇન હોવાનું આજે જાહેર થયું હતું


ડ્રગ્સ પ્રકરણમાં જબ્બાર મુખ્ય સૂત્રધાર     
આ ડ્રગ્સ પ્રકરણમાં જોડિયાનો મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવ મુખ્ય સૂત્રધાર હોવાનું અને ગુલામ ભગાડ જબ્બારનો માણસ હોવાનું ખૂલ્યું છે. જ્યારે ઈશા રાવ હાલ વોન્ટેડ છે. સમસુદ્દીન હુસૈનમિયાં સૈયદને તો આ ડ્રગ્સનો જથ્થો સાચવવા આપ્યો હતો. તેથી આ સૂત્રધારના ડ્રગ્સ ઉપરાંત અન્ય કોઈ ગુનાહિત પ્રવૃતિઓ માટે પાકિસ્તાન સાથે નાતો છે કે કેમ તે મુદ્દે પણ તપાસ ચલાવી રહી છે

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *