રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની તબિયત વધારે ખરાબ થઈ છે. તેમના દીકરા અને બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે આ વિશેની માહિતી આપી છે. તેજસ્વી સોમવારે તેના પિતાને મળવા મુંબઈની એશિયન હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ હોસ્પિટલ પહોંચ્યા હતાં.
ચારા કૌભાંડમાં દોષિત છે લાલુ
લાલુ પ્રસાદ યાદવને ચારા કૌભાંડમાં દોશિત જાહેર કરવામાં આવ્યા છે. લાલુને દોષિત જાહેર કરવામાં આવ્યા પછી તેમને રાંચીના બિરસા મુંડા જેલમાં રાખવામાં આવ્યા હતાં પરંતુ ખરાબ તબિયતના કારણે પહેલાં તેમને રાંચી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારપછી તેમને દિલ્હી એઈમ્સ હોસ્પિટલ પણ મોકલવામાં આવ્યા હતા. અંદાજે 1 મહિનાની સારવાર પછી 30 એપ્રિલે તેમને એઈમ્સમાંથી રજા આપવામાં આવી હતી.
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવની તબિયત વધુ બગડી
Views 64