નર્મદા ડેમમાં 1 વર્ષ ચાલે તેટલા પાણીનો થયો સંગ્રહ

Views 68

ગુજરાતના ખેડૂતો અને જનતા માટે સારા સમાચાર છે. નર્મદા ડેમમાં ગુજરાતને સિંચાઇ અને પીવા માટે એક વર્ષ સુધી ચાલે તેટલા પાણીનો સંગ્રહ થઇ ગયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ ડેમની સપાટી 115.5 મીટર પર પહોંચી ગઇ છે. ડેમમાં 30 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે
નર્મદા ડેમમાં સતત પાણીની આવકને કારણે ખેડૂતો અને લોકોમાં ખુશી વ્યાપી ગઇ છે. હાલ નર્મદા ડેમમાં 500.56 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા ચાર દિવસમાં પાંચ મીટર જેટલો વધારો થયો છે. ગુજરાત પરથી જળસંકટ દૂર થતાં સરકારે પણ રાહતનો શ્વાસ લીધો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *