Meesho એપે ઓક્ટોબરમાં ફેસબુક અને મેસેન્જરને પાછળ છોડી
Meesho એપને સેલ દરમિયાન મળ્યા વધુ યુઝર્સ
ભારતીય ઈ-કોમર્સ પ્લેટફોર્મ Meesho ગયા મહિને ફેસબુક કરતાં વધુ વખત ડાઉનલોડ થયું છે. સેન્સર ટાવરના ડેટા અનુસાર, Meesho એપ ઓક્ટોબર મહિનામાં 25 મિલિયન વખત ડાઉનલોડ થઈ છે.
ફેસબુકની વાત કરીએ તો ગયા મહિને આ એપ માત્ર 23 મિલિયન ડાઉનલોડ થઈ હતી. નોંધનીય છે કે Facebook હવે Meta Inc હેઠળ આવે છે. તાજેતરમાં, કંપનીએ એક નવું નામ જાહેર કર્યું છે જે કંપનીના મેટાવર્સ પ્લાનની ઝલક પણ છે.
Meesho એપ બની સૌથી લોકપ્રિય
એપ ડાઉનલોડ ડેટા સેન્સર ટાવર દ્વારા એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર પરથી લેવામાં આવ્યો છે. એટલે કે, Meesho એપ માત્ર પ્લે સ્ટોર પર જ નહીં, પરંતુ Appleના એપ સ્ટોર પર પણ ખૂબ જ લોકપ્રિય બની છે.

Meesho એપની ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ફ્લેગશિપ સેલ ઇવેન્ટ દરમિયાન 750% વૃદ્ધિ નોંધાઈ છે. મહા ઇન્ડિયન શૉપિંગ ફેસ્ટ 6 થી ઑક્ટોબર સુધી ચલાવવામાં આવ્યો હતો, જે દરમિયાન આ પ્લેટફોર્મ પણ ઘણા બધા યુઝર્સ આવ્યા છે.
અન્ય એપ્સ વિશે વાત કરીએ તો, વિશ્વભરમાં સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ્સમાં ટિકટોક નંબર-1 પર છે. જો કે ભારતમાં તેના પર ઘણા સમય પહેલા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, પરંતુ છતાં તેની લોકપ્રિયતા દુનિયાભરમાં ઓછી થઈ નથી.
ઓક્ટોબરમાં ટિકટોક 57 મિલિયન વાર ડાઉનલોડ થઈ છે. આમાંથી મોટા ભાગના ડાઉનલોડ ચીનમાં થયા છે, ત્યારબાદ અમેરિકામાં તેને વધુ ડાઉનલોડ કરવામાં આવી છે.
આ લિસ્ટમાં બીજા નંબર પર ઇન્સ્ટાગ્રામ એપ છે, જે ગયા મહિને 56 મિલિયન વખત ડાઉનલોડ થઈ છે. આ સિવાય ટેલિગ્રામ 30 મિલિયન ડાઉનલોડ્સ સાથે ત્રીજા નંબર પર છે.
ચોથા નંબર પર 27 મિલિયન ડાઉનલોડ્સ સાથે વોટ્સએપ છે, જ્યારે પાંચમા નંબરે Snapchat છે, જેને 26 મિલિયન વખત ડાઉનલોડ કરવામાં આવી છે. Meesho એપ આ યાદીમાં છઠ્ઠા નંબર પર છે જેને 25 મિલિયન વખત ડાઉનલોડ કરવામાં આવી છે. આ પછી ફેસબુક અને મેસેન્જરનો નંબર આવે છે.