વિરાટ કોહલીએ આગામી કરિયરને લઈને કર્યો આ ચોંકાવનારો ખુલાસો 

Views 82

વિરાટ કોહલીએ આગામી કરિયરને લઈને કર્યો ખુલાસો

હું મારા 120 ટકા આપવા માટેની કોશિશ કરીશ

આગામી સમયમાં આક્રમકતા સાથે રમીશઃ કોહલી

નામિબિયાની સામે ટી20 મેચમાં સોમવારે ભારતીય ટીમે વિરાટ કોહલીના નેતૃત્વમાં જીત મેળવી હતી. આ પછી વિરાટ કોહલીએ કેપ્ટનશીપમાંથી રાજીનામું આપ્યું.

તેણે કહ્યું કે આ મારા માટે સમ્માનની વાત રહેશે કે મને કેપ્ટનશીપનો અવસર મળ્યો અને મેં મારું સર્વશ્રેષ્ઠ આપ્યું. હવે સમય આવી ગયો છે કે અન્ય લોકો માટે જગ્યા ખાલી કરવામાં આવે અને આગળ વધવામાં આવે. મને ગર્વ છે કે મારા નેતૃત્વમાં ટીમે જીત મેળવી છે અને મને લાગે છે કે નવા લોકો પાસે ટીમને આગળ લઈ જવાનો અવસર છે. રોહિત અહીં છે અને લાંબા સમયથી ચીજને જોઈ રહ્યા છે. નક્કી તે ટીમને આગળ લઈ જઈ શકે છે.


કેપ્ટનશીપ ખતમ થવાને લઈને કોહલીએ કહ્યું…
તેણે કહ્યું કે આ રાહતની વાત છે. કેપ્ટનશીપ સમ્માનની વાત છે. જ્યારે અમે મેદાનમાં હોઈએ ત્યારે એક ટીમના રૂપમાં ખાસ પ્રદર્શન કરીએ છીએ. અમે આ વખતે પણ વિશ્વકપમાં વધારે દૂર નથી. ટી20માં કેટલાક સારા પરિણામ મળી શકે છે અને સાથે રમવામાં મજા આવે છે. તમામ સહયોગી સ્ટાફને પણ તેઓએ ધન્યવાદ કહ્યા છે. તેઓએ કહ્યું કે આટલા વર્ષોમા બધા સાથે ખાસ કામ કર્યું છે. તેમની સાથે વાતાવરણ સારું રહ્યું છે. ભારતીય ક્રિકેટમાં તેમનું યોગદાન રહ્યું છે અને સાથે તેઓએ કહ્યું કે આવનારી મેચમાં તેમની માનસિકતામાં અંતર હશે. તે આક્રમકતાની સાથે રમશે અને એવુ નહીં થાય તો રમવાનું છોડી દેશે. કોહલી કહે છે કે હું દરેક સમયે મારું 120 ટકા આપવા માટે તૈયાર રહીશ.
વિરાટે પોતાને માટે કહી આ વાત
વિરાટે કહ્યું કે મને જે જવાબદારી આપવામાં આવી હતી તેને લઈને મારું કામ મેં પૂરું કર્યુ હતું ને સાથે મારા માટે આ ગર્વની વાત રહી હતી. હવે સમય છે કે હું નવી જગ્યા કાયમ કરું. ટીમ ઈન્ડિયાએ જે કામ કર્યું છે તેની પર મને ગર્વ છે. વિરાટે કહ્યું કે હવે ટીમની જવાબદારી છે કે તેઓ આગળ વધે. રોહિત શર્મા પણ છે, તે લાંબા સમયથી અનેક પાસાને સમજી રહ્યા છે. સાથે ટીમમાં અનેક લીડર્સ છે, એવામાં આવનારો સમય ભારતીય ક્રિકેટ માટે સારો હોઈ શકે છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *